કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવનારને, હોસ્ટેલ, હોટલ કે કોમ્યુનિટી હોલમાં રખાશે

ગુજરાત હાઈકોર્ટે ( Gujarat High Court ) કરેલ સુઓમોટો ( Suomoto ) રીટને પગલે, ગુજરાત સરકારે, હાઈકોર્ટમાં 82 પાનાનું સોગંદનામુ રજુ કર્યુ છે. રાજ્યમાં 98 કોવિડ ટેસ્ટીગ લેબોરેટરી છે, અમદાવાદના વસ્ત્રાલ મણીનગરમાં શરુ કરાશે ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટિંગ

કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવનારને, હોસ્ટેલ, હોટલ કે કોમ્યુનિટી હોલમાં રખાશે
ગુજરાત હાઈકોર્ટ ફાઈલ ફોટો
| Updated on: Apr 20, 2021 | 8:32 AM

ગુજરાત હાઈકોર્ટમાં ( Gujarat High Court ) સુઓમોટો ( Suomoto ) રીટ સંદર્ભે રાજ્ય સરકારે હાઈકોર્ટમા 82 પાનાનું સોગંદનામુ રજુ કરતા કહ્યુ છે કે, કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવનારને હોસ્ટેલ, હોટલ કે કોમ્યુનિટી હોલમાં રખાશે. કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા અમદાવાદની સમરસ હોસ્ટેલમાં 500 તેમજ નિકોલમાં 120 બેડની હોસ્પિટલ ઊભી કરાશે.

હાલ ગુજરાતમાં RTPCR ટેસ્ટ માટે 98 કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત છે. જેમાં 27 સરકારી અને 55 પ્રાઇવેટ લેબોરેટરીનો સમાવેશ થાય છે. રાજ્યમાં જિલ્લા સ્તરે RTPCR ટેસ્ટિંગ માટે માળખું ઉભું કરવા સરકાર કામ કરી રહી છે. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ કરાવવા માટેની વ્યવસ્થા પીપીપી ધોરણે કરી છે. અમદાવાદના મણીનગર અને વસ્ત્રાલમાં પણ આ જ પ્રકારે ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ કરાવવા માટેની વ્યવસ્થા કરાશે. આ ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ વ્યવસ્થા થકી દરરોજ 2 થી 3 હજાર નાગરિકો તેમના RTPCR ટેસ્ટ કરતા હોવાનો સરકારે સોગંદનામાંમાં ઉલ્લેખ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટેમાં રાજ્ય સરકારે કરેલા સોગંદનામામાં કહ્યુ છે કે, રાજ્ય સરકાર કોરોનાને કારણે ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો છે. રાજ્યમાં ઓક્સિજનની ઉભી થયેલી અછતને પહોંચી વળવા સરકારે કામગીરી શરૂ કરી છે. સ્થિતિ સામાન્ય થઈ જાય તેવા પ્રયાસ છે. કોવિડ દર્દીઓ માટે રાજ્યમાં 79444 બેડની વ્યવસ્થા અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં કોરોનામાં દર્દીઓને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે IAS અધિકારીઓને વિશેષ જવાબદારીઓ સોંપી છે.

આગામી દિવસોમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં, કેન્દ્ર સરકાર અને DRDOના સહકારથી 900 બેડની કોવિડ કેર સેન્ટર ઉભું કરાશે. અમદાવાદની સમરસ હોસ્ટેલમાં 500 તેમજ નિકોલ 120 બેડની હોસ્પિટલ કરશે ઉભી. જ્યારે 297 કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે હોસ્ટેલ, હોટેલ અને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરાશે. રાજ્ય સરકાર ડેશ બોર્ડ ઉભું કર્યું છે જેમાં રોજે રોજના કોરોનાના નવા આવતા કેસ, મૃત્યુ આંક, રિકવર થયેલા દર્દીઓના આંકડા પ્રસિદ્ધ કરાય છે.