દરેક કાર્યોમાં સફળતા અપાવશે આ પવિત્ર વ્રત,ખૂલી જશે સફળતાના દરેક દ્વાર

|

Jan 07, 2021 | 5:03 PM

આ વ્રત અત્યંત મંગલકારી અને પુણ્યદાયક છે. એકાદશીના દિવસે શ્રી હરી ભગવાન વિષ્ણુની ઉપાસના અને વ્રત રાખવાથી ઘર-પરિવારમાં સુખ શાંતિ આવે છે.

દરેક કાર્યોમાં સફળતા અપાવશે આ પવિત્ર વ્રત,ખૂલી જશે સફળતાના દરેક દ્વાર
દરેક કાર્યોમાં સફળતા અપાવશે આ પવિત્ર વ્રત

Follow us on

પૌષ માસની કૃષ્ણ પક્ષ એકાદશીને સફળતા એકાદશી પણ કેહવાય છે. શ્રી હરિ  ભગવાન વિષ્ણુને સમર્પિત આ વ્રતને લઈને એવી માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. આ એકાદશી કલ્યાણકારી છે. આ વ્રત અત્યંત મંગલકારી અને પુણ્યદાયક છે. એકાદશીના દિવસે શ્રી હરી ભગવાન વિષ્ણુની ઉપાસના અને વ્રત રાખવાથી ઘર-પરિવારમાં સુખ શાંતિ આવે છે.

Lord Vishnu

સફળતા એકાદશીના દિવસે સુર્ય દેવતાને અર્ઘ્ય આપવું. ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા વિધિ પૂરા વિધાનથી કરવી. ફળ,ફૂલ,ગંગાજળ,પંચામૃત અને ધૂપ દીવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરતી કરવી.ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરતાં સમયે સફેદ ચંદનનું માથા પર તિલક લગાવવું. ૐ નામો ભાગવતે વસુદેવાયના જાપ કરવા. ભગવાન શ્રી હરિ વિષ્ણુને આજના દિવસે રેશમનો પીળો દોરો અથવા કપડું અર્પણ કરવું.આનાથી સફળતાના બધાજ માર્ગ ખૂલી જાય છે.પૂજા પછી આ દોરાને પોતાના જમણા હાથમાં ધારણ કરવો. આ વ્રતમાં દીપદાન તેમજ રાત્રિ જાગરણનું પણ અનેરું મહત્વ છે. આ વ્રતથી દરેક કાર્યોમાં સફળતા મળે છે અને એટલેજ આ વ્રતને સફળતા એકાદશી કેહવાય છે. સફળતા એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુ સાથે માં એકાદશીની પણ પૂજાનું વિધાન છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પૂરા વિધિ વિધાનથી સફાળા એકાદશીનું વ્રત રાખે છે, તેને તમામ તીર્થસ્થાનોનું ફળ મળે છે. વ્યક્તિને મોહમાયાના પ્રભાવથી મુક્તિ મળે છે. કપટની લાગણી દૂર થાય છે. આ વ્રતમાં જરૂરિયાતમંદોને દાન આપવું . સાંજે દીપ દાન કરવું . રાત્રે ભજન કીર્તન કરીને રાત્રિ જાગરણ પણ કરવાનો મહિમા છે.

Next Article