અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ચોરી, કોઈ કર્મચારીનો જ હાથ હોવાની શંકા

|

Feb 24, 2021 | 6:17 PM

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ચોરીનો મામલો સામે આવ્યો છે, જેણે હોસ્પિટલના પ્રશાસન અને વહીવટી તંત્રને સવાલોના ઘેરામાં લાવી દીધા છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ચોરીનો મામલો સામે આવ્યો છે, જેણે હોસ્પિટલના પ્રશાસન અને વહીવટી તંત્રને સવાલોના ઘેરામાં લાવી દીધા છે. સોલા સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન પાઈપલાઈનની ચોરી થઈ છે. કોરોનાના કેસોમાં વધારો થતાં સોલા સિવિલના 9માં માળે કોરોના માટેનો ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો, જેને કેસમાં ઘટાડો થતા ફરી બંધ કરી દેવામાં આવ્યો હતો. વોર્ડ બંધ હાલતમાં હોવાથી તસ્કરોએ તકનો લાભ લઈને ઓક્સિજન પાઈપ તેમજ એસીની કોપર પાઈપની ચોરી કરી. હોસ્પિટલમાં કરાયેલી કોપર પાઈપની ચોરી બાબતે હાલમાં તો હોસ્પિટલના કોઈ કર્મચારી કે જાણ ભેદુ હોવાની જ આશંકા સેવાઈ રહી છે.

 

 

પરંતુ અવારનવાર થતી આ પ્રકારની ચોરીના પગલે હોસ્પિટલ સત્તાધીશોએ પોલીસ ફરિયાદ કરી છે, હોસ્પિટલમાં સુરક્ષાની વ્યવસ્થાઓ હોવા છતાં અવારનવાર ચોરી થતાં હોસ્પિટલ પ્રશાસન સામે સવાલો ઉભા થયા છે. નવાઈની વાત તો એ છે કે દરેક ફ્લોર પર દરેક વોર્ડમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક સીસીટીવી બંધ હાલતમાં છે હોસ્પિટલ દ્વારા cctv માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, તેમ છતાં અવારનવાર સોલા સિવિલ હોસ્પિટલમાં અનેક ચોરીની ઘટનાઓ બનતી રહે છે.

 

આ પણ વાંચો: Pondicherryમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન, કેન્દ્રીય કેબિનેટે આપી પ્રસ્તાવને મંજૂરી

Next Video