CORONA RETURNS : સરકારના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 60 દિવસમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર

|

Aug 23, 2021 | 6:26 PM

Third Wave Of Corona : નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર પ્રમાણે બનાવવામાં આવેલી સમિતિએ ઓક્ટોબરમાં સંક્રમણ પીક પર પહોચશે તેવી ચેતાવણી જાહેર કરી છે. સમિતિએ તેની બાળકો પર સૌથી વધુ અસર થશે તેવી વાત કહી છે અને અત્યારથી જ તૈયાર રહેવાનું એલર્ટ આપ્યુ છે.

કોરોના મહામારી દેશમાંથી વિદાય લઇ રહી છે તેવું હાલ લાગી રહ્યું છે…કેસ હવે 25 હજારની આસપાર આવી ગયા છે.જો કે આ સ્થિતિ તોફાન પહેલાની શાંતિ વર્તાઈ રહી છે. કારણ કે પ્રથમ લહેર બાદ જ્યારે બીજી લહેર દેશ પર ત્રાટકી ત્યારે પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી હતી અને હવે સરકારની સમિતિએ જે રિપોર્ટ આપ્યો છે તેમાં પણ આવો જ દાવો કરવામાં આવ્યો છે.કોરોના મહામારીને લઈને ગૃહ મંત્રાલયની એક સમિતિએ વડાપ્રધાન ઓફિસને ચેતવણી જાહેર કરી છે. નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રમાણે બનાવવામાં આવેલી સમિતિએ ઓક્ટોબરમાં સંક્રમણ પીક પર પહોચશે તેવી ચેતાવણી જાહેર કરી છે. સમિતિએ તેની બાળકો પર સૌથી વધુ અસર થશે તેવી વાત કહી છે અને અત્યારથી જ તૈયાર રહેવાનું એલર્ટ આપ્યુ છે.

પેનલે હોસ્પિટલોમાં પૂરી તૈયારીઓ રાખવાની સલાહ આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં બાળકો માટે મેડિકલ સુવિધાઓ, વેન્ટીલેટર, ડોક્ટર, મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ, ઓક્સિજનની પૂરી વ્યવસ્થા હોવી જોઈએ. માનવામાં આવી રહ્યુ છે કે ત્રીજી લહેરની મહત્તમ અસર બાળકો અને યુવાઓ પર થશે. તેવામાં તેમને અત્યારથી જ સાવધાની રાખવાની જરૂર છે.

આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે બાળકો માટે વેક્સિનેશન શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. સમિતિએ પણ મોટી સંખ્યામાં બાળકોના વેક્સિનેશનની જરૂરીયાત ગણાવી છે. આ સાથે જ કોવિડ વોર્ડને એ પ્રમાણે તૈયાર કરવાની સલાહ આપી છે કે બાળકોના માતા-પિતા પણ બાળક સાથે રહી શકે.

રિપોર્ટ પ્રમાણે, સપ્ટેમ્બરના અંત સુધી ત્રીજી લહેર પોતાની અસર દેખાડવાની શરુ કરશે. ત્યાં જ ઓક્ટોબરમાં દેશમાં દરરોજ 5 લાખથી વધુ કેસ આવી શકે છે. આશરે 2 મહિના સુધી દેશને ફરી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેટલાક રાજ્યોમાં ફરી લોકડાઉનની જરૂર પણ પડશે.

આ પણ વાંચો : RAJKOT : જળસંકટના ભય વચ્ચે રાજકોટ માટે સારા સમાચાર, સૌની યોજનામાંથી અપાશે નર્મદાનું પાણી

Published On - 6:21 pm, Mon, 23 August 21

Next Video