ઉંમર 13 વર્ષ, શરીરનું વજન 140 કિલોગ્રામ, સૌરાષ્ટ્રમાં બાળકોમાં મેદસ્વીતાનો ત્રીજો કેસ

|

Jun 27, 2021 | 4:58 PM

Childhood Obesity : શરીર મોટું થવાના કારણે સાગરનો ખોરાક પણ વધી ગયો છે. સાગર જમવા બેસે ત્યારે સવાર અને સાંજના કુલ 7 થી 8 રોટલાનો ખોરાક લે છે.

ઉંમર 13 વર્ષ,  શરીરનું વજન 140 કિલોગ્રામ, સૌરાષ્ટ્રમાં બાળકોમાં મેદસ્વીતાનો ત્રીજો કેસ
સૌરાષ્ટ્રમાં બાળકોમાં મેદસ્વીતાનો ત્રીજો કેસ

Follow us on

Childhood Obesity : ગુજરાતમાં બાળકમાં મેદસ્વીપણાનો ત્રીજો કેસ સામે આવ્યો છે. આગાઉ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાજડી ગામે ત્રણ બાળકો અને પડાપાદર ગામે એક બાળકીમાં મેદસ્વીપણાનો કેસ સામે આવ્યો હતો. હવે અમરેલી (Amreli) જિલ્લાના ધારી (Dhari) તાલુકામાં પણ આવો જ એક કેસ સામે આવ્યો છે, જેમાં 13 વર્ષનો કિશોર મેદસ્વીપણાનો ભોગ બન્યો છે. આ કિશોર 13 વર્ષનો છે અને તેનું વજન 140 કિલોએ પહોંચી ગયું છે.

ધારી તાલુકાના ખીચા ગામનો સાગર મેદસ્વીતાનો ભોગ બન્યો
અમરેલી જિલ્લામાં આવેલ ધારીના ખીચા ગામ (Khichha village) નો એક પરિવાર અહીં આશરે 25 વર્ષથી વસવાટ કરે છે. અહીં કાળુભાઇનો પરિવાર બાળકના કારણે ભારે મુશ્કેલીમાં વર્ષોથી પીડાય છે. અહીં આ પરિવાર મજૂરી કામ કરે છે. આ પરિવારનો સાગર નામનો પૌત્ર  બાળકોમાં મેદસ્વીપણા (Childhood Obesity) નો ભોગ બન્યો છે. આ બાળક જન્મ્યો ત્યારથી ધીમે ધીમે તેના શરીરમાં મેદસ્વીતા આવતી ગઈ અને અત્યારે આ સ્થિતિ વચ્ચે જોવા મળી રહ્યો છે. પરિવારની માંગ એકજ છે સરકાર કઈક મદદ કરી આ સાગરનુ વજન ઘટાડવા સહયોગ આપે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

ઉંમર 13 વર્ષ, વજન 140 કિલો
કાળુભાઈના 13 વર્ષના પૌત્ર  સાગરનો વજન બાળકોમાં મેદસ્વીપણા (Childhood Obesity)ના કારણે હાલ 140 કિલોએ પહોચી ગયો છે. શરીર મોટું થવાના કારણે સાગરનો ખોરાક પણ વધી ગયો છે. સાગર જમવા બેસે ત્યારે સવાર અને સાંજના કુલ 7 થી 8 રોટલાનો ખોરાક લે છે.

બાળકોમાં મેદસ્વીપણા (Childhood Obesity)ના કારણે સાગર બાળક હોવા છતાં પણ તેની ઉંચાઈ અને તેનુ શરીર વધી રહ્યુ છે. આંખો પણ એવી જ છે તેના પગ સહિત અખા શરીરથી સાગર ખુદ પરેશાન છે પરંતુ છતાં તે હસી રહ્યો છે જેમાં તેનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે. જેમ જેમ ઉંમર થતી જાય છે તેમ તેમ સાગરના શરીરનું વજન અતિશય વધી રહ્યું છે.

પહેલા 3 ટાઈમ જમાડતા હવે 2 ટાઈમ જમાડે છે
કાળુભાઇનો પૌત્ર સાગર દિવસના 8 રોટલા ખાય છે. જ્યારે આ પરિવાર મજુરીકામ કરીને ગુજરાન ચલાવતો હોવાથી આર્થિક રીતે ભાંગી પડ્યો છે. પહેલા સાગરને 3 ટાઈમ ભોજન આપતા હતા પરંતુ શરીર ઘટાડવા માટે તેમને 2 ટાઈમ ભોજન આપવામાં આવે છે. પરંતુ કોઈ ફરક પડતો નથી. હવે આ પરિવાર સરકાર પાસે આર્થિક સહીત અન્ય તબીબી મદદની માંગણી કરી રહ્યો છે.

Next Article