ચૈત્રી નવરાત્રીમાં બંધ રહેશે વડોદરાના પાદરાનુ તુલજા ભવાનીનું મંદિર

|

Apr 11, 2021 | 12:57 PM

આગામી 13થી 21 એપ્રિલ સુધી મા તુલજા ભવાનીનું ( Maa Tulja Bhavani ) મંદિર બંધ રહેતા સોશિયલ મિડીયાના મધ્યમથી મા તુલજા ભવાનીના દર્શન, આરતી કરવા અપીલ

ગુજરાતમાં અતિ ઝડપે વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે વડોદરાના પાદરામાં ( Padra) આવેલ તુલજા ભવાનીનુ ( Maa Tulja Bhavani ) મંદિર ચૈત્રી નવરાત્રીમાં ભાવિક ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

દર વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન પાદરાના તુલજા ભવાની માતાના મંદિરે, મા તુલજા ભવાનીના દર્શન કરવા ગામેગામથી ભાવિક ભકતો ઉમટી આવે છે. આ વર્ષે કોરોનાના કેસ બહુ જ હોવાથી અને ઝડપથી એકબીજામાં કોરોનાનુ સંક્રમણ ફેલાતુ હોવાથી મંદિરના સત્તાવાળાઓએ આગામી 13 એપ્રિલથી લઈને 21 એપ્રિલ સુધી મંદિર ભાવિક ભકતો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલુ જ નહી, ચૈત્રી નવરાત્રી દરમિયાન મા તુલજા ભવાનીના મંદિરે યોજાતા તમામ ધાર્મિક કાર્યક્રમો પણ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

ચૈત્રી નવરાત્રી દરમિયાન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રથી પણ અનેક ભાવિકો મા તુલજા ભવાનીના દર્શન કરવા આવતા હોય છે. આ વર્ષે કોરોનાનુ સંક્રમણ વધુ ઝડપથી પ્રસરી રહ્યું હોવાથી, ભાવિક ભક્તોને સોશિયલ મિડીયા થકી જ મા તુલજા ભવાનીના દર્શન કરવા, આરતી કરવા અને માતાજીની આરાધના કરવા માટે મંદિરના વહીવટકર્તાઓ દ્વારા આગ્રહભરી અપીલ કરાઈ છે.

Next Video