રાજકોટમાં ચાની કિટલી કાલથી ત્રણ દિવસ રહેશે બંધ, સોશ્યલ ડિસ્ટન્સ ના જળવાતા-કોરોનાનુ સંક્રમણ અટકાવવા ચા-હોટલ એસો.નો નિર્ણય

|

Jul 10, 2020 | 12:35 PM

રાજકોટમાં આવતીકાલ શનિવારથી ચાની કિટલીઓ સોમવાર સુધી સંપૂર્ણ બંધ રહેશે. રાજકોટ ચા હોટલ એસોસિએશનની મળેલી બેઠકમાં સર્વાનુંમતે નિર્ણય લેવાયો છે કે, શનિવાર તા. 11 જુલાઈથી સોમવાર 13 જુલાઈ સુધી રાજકોટ શહેરમાં આવેલી ચાની કિટલીઓ સંપૂર્ણપણે બંધ રાખવી. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ના વધે અને સોશ્યલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન થાય તે માટે તંત્રને મદદરૂપ થવા આ નિર્ણય […]

રાજકોટમાં ચાની કિટલી કાલથી ત્રણ દિવસ રહેશે બંધ, સોશ્યલ ડિસ્ટન્સ ના જળવાતા-કોરોનાનુ સંક્રમણ અટકાવવા ચા-હોટલ એસો.નો નિર્ણય

Follow us on

રાજકોટમાં આવતીકાલ શનિવારથી ચાની કિટલીઓ સોમવાર સુધી સંપૂર્ણ બંધ રહેશે. રાજકોટ ચા હોટલ એસોસિએશનની મળેલી બેઠકમાં સર્વાનુંમતે નિર્ણય લેવાયો છે કે, શનિવાર તા. 11 જુલાઈથી સોમવાર 13 જુલાઈ સુધી રાજકોટ શહેરમાં આવેલી ચાની કિટલીઓ સંપૂર્ણપણે બંધ રાખવી. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ના વધે અને સોશ્યલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન થાય તે માટે તંત્રને મદદરૂપ થવા આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. જો કે તાજેતરમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોશ્યલ ડીસ્ટન્સના અભાવે કેટલીક ચાની કિટલીઓને સીલ કરી દેવાઈ છે. બાકીની ચાની કિટલીઓને સીલ ના થાય અને રાજકોટવાસીઓ સોશ્યલ ડીસ્ટન્સ જાળવે તે માટે ચા હોટલ એસોસિએશનની બેઠકમાં ત્રણ દિવસ કિટલી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Next Article