સિંગતેલના ડબ્બાનો ભાવ પહોચ્યો 2500 રૂપિયે, કપાસિયાના તેલમાં 25 રૂપિયા વધ્યા

|

Mar 09, 2021 | 10:49 AM

Rajkot સિંગતેલના ભાવ ભડકે બળી રહ્યાં છે. રાજકોટમાં સિંગતેલના ( Groundnut oil ) ડબ્બાનો ભાવ વધીને 2500 પહોચી ગયો છે. તો કપાસિયાના તેલમાં પણ 25 રૂપિયાનો વધારો નોંધાયો છે.

Rajkot દિવસે ને દિવસે વધી રહેલી મોંધવારીની અસર જીવનજરૂરી ચીજવસ્તુ પર વર્તાઈ રહી છે. સિગતેલના ( Groundnut oil ) મુખ્ય માર્કેટ તરીકે જાણીતા રાજકોટમા, સિંગતેલના ડબ્બાના ભાવ વધીને 2500 થઈ ગયા છે. બે દિવસ પૂર્વે સિંગતેલમાં 10 રૂપિયાના ઘટાડો થયા બાદ, આજે અચાનક 15 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે કપાસિયાના તેલમાં (cottonseed oil ) 25 રૂપિયાનો વધારો નોંધાયો છે. ખાદ્યતેલના ભાવ વધારા અંગે જાણકારો એવુ કારણ આપી રહ્યાં છે કે, મગફળીની આવક ઓછી છે. જેની સામે સિગતેલની પણ આવક ઓછી થઈ છે. વાસ્તવમાં આ વર્ષે મગફળીનો સારો પાક થવા પામ્યો છે. અને છેલ્લા એક વર્ષમાં સિંગતેલના ભાવમાં અધધ વધારો નોંધાયો હતો.

 

 

 

 

Next Video