રાજકોટમાં ગ્રાહક ફોરમનો આદેશ, દર્દીના ઓપરેશનનો ખર્ચ વીમા કંપની નક્કી ના કરી શકે

|

Jan 25, 2021 | 11:29 AM

ગ્રાહક ફોરમે વીમા કંપનીને હુકમ કર્યો કે દર્દીનો ઓપરેશનનો ખર્ચ વીમા કંપની નક્કી ના કરી શકે. રાજકોટના એક ગ્રાહકએ ગ્રાહક ફોરમમાં દાવો કર્યો હતો, તે કેસમાં ગ્રાહક તરફી ફોરમએ ચુકાદો આપ્યો છે.

રાજકોટમાં ગ્રાહક ફોરમનો આદેશ, દર્દીના ઓપરેશનનો ખર્ચ વીમા કંપની નક્કી ના કરી શકે
Consumer Forum

Follow us on

રાજકોટના જયશ્રી બેન દોશીએ ખાનગી વીમા કંપનીમાં મેડીકલ પોલિસી લીધેલ હતી. જેનુ પ્રીમીયમ નિયમિત વર્ષોથી ભરી રહ્યા છે. કુલ 10 લાખ સુધીનુ વળતર મળી શકે તેવી પોલિસી લીધેલ હતી અને આશરે એકાદ વર્ષે પહેલા જયક્ષી બેને આંખમાં તકલીફ થતા અમદાવાદમાં સારવાર લીધી હતી. જેનો કુલ ખર્ચ રુપિયા 1.20 લાખનો થયો હતો. જે વીમા કંપનીમાં દાવો કરતા કંપની દ્વારા માત્ર 69 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. બાદમાં કંપનીને લેખતી વિનંતી કરી પુરૂ વળતર આપવા માટે કહ્યું હતું પરંતુ અનેક કારણ બતાવીને પુરો વિમો આપ્યો નહી.

જયશ્રી બેન દોશીના પતિ રાજુ દોશીએ વકીલનો સંપર્ક કર્યો અને વકીલે 10 માસ પહેલા ગ્રાહક ફોરમમાં દાવો કર્યો અને બાદ થોડા દિવસ પહેલા ગ્રાહક ફોરમનો ચુકાદો આવતા વીમા કંપનીને વીમાની પુરી રકમ અને દાવા માટેનો ખર્ચ તેમજ 7 ટકા જેવુ વ્યાજ ચુકવવાનો કંપનીને હુકમ કર્યો. ગ્રાહક ફોરમ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે પોલિસી ગ્રાહકે કયા પ્રકારની સારવાર લેવી તે વીમા કંપની નકકી ના કરી શકે.

Published On - 11:28 am, Mon, 25 January 21

Next Article