આગામી રવિવાર સુધી ગુજરાતમાં રહેશે ગરમીનો પ્રકોપ

|

Mar 26, 2021 | 8:06 AM

ગુજરાતમાં આગામી રવિવાર સુધી ગરમીનો પારો ઉચકાયેલો રહેશે. પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા, હિટવેવ ( heat wave ) રહેશે.

હિમાલયની પર્વતમાળામાં અસર સર્જનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિખરાતા, હવે ગુજરાતમા ગરમીનો પારો ક્રમશ ઉચકાશે. માર્ચ મહિનાના આખરી સપ્તાહમાં ગુજરાતના વિવિધ વિસ્તારમા અકળાવનારી ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગે આગામી રવિવાર સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ રહેવાની આગાહી કરી છે.
શુક્રવાર 26મી માર્ચના રોજ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ અન્ય વિસ્તારો કરતા વધુ જોવા મળશે. ખાસ કરીને પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવ તેમજ કચ્છમાં ગરમીનો પારો ઉચકાયેલો રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

શનિવાર 27મી માર્ચના રોજ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરિયા ઉપરથી પવન નહી ફુકાવાને કારણે, પોરબંદર, ગીર સોમનાથ, જૂનગઢ, રાજકોટ, દિવ અને કચ્છમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. સૌરાષ્ટ્ર ઉપરાંત ઉતર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પારો ઉચકાયેલો રહેશે.

રવિવાર 28મી માર્ચના રોજ, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહેશે. ખાસ કરીને ઉતર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ગઈકાલ 25મી માર્ચના રોજ ગુજરાતમાં સૌથી વઘુ ગરમી પોરબંદરમાં નોંધાઈ હતી. પોરબંદરમાં ગરમીનો પારો 40.4 ડીગ્રીએ પહોચી ગયો હતો.

એક નજર કરો ગુરુવાર 25 માર્ચના રોજ વિવિધ શહેરોમાં નોંધાયેલા મહત્તમ તાપમાન પર.

   
શહેર મહત્તમ તાપમાન ( સેલ્સીઅસ)
અમદાવાદ 38
ડીસા 38.9
ગાંધીનગર 38
વલ્લ્ભવિદ્યાનગર 37.3
વડોદરા 37.8
સુરત 38.4
વલસાડ 36
અમરેલી 38.4
ભાવનગર 37.1
પોરબંદર 40.4
રાજકોટ 39
વેરાવળ 38.2
સુરેન્દ્રનગર 39.5
ભૂજ 39.8
 

 

Next Video