પંચમહાલના ઘોઘંબામાં માનવભક્ષી દીપડાને ટ્રેક કરવામાં વનવિભાગને મળી સફળતા

|

Dec 20, 2020 | 6:50 PM

પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડાને ટ્રેક કરવામાં વન વિભાગને સફળતા મળી છે. દીપડાને ટ્રેક કરી રહેલી ટીમોને દીપડાના ફૂટ પ્રિન્ટ મળ્યા છે. ફૂટ પ્રિન્ટના આધારે વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે દીપડો 6 વર્ષનો હોઇ શકે છે. ત્યારે ફૂટ પ્રિન્ટની દિશામાં વન વિભાગે તપાસ હાથ ધરી છે. અધિકારીઓને આશા છે કે તેઓ વહેલીતકે […]

પંચમહાલના ઘોઘંબામાં માનવભક્ષી દીપડાને ટ્રેક કરવામાં વનવિભાગને મળી સફળતા

Follow us on

પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડાને ટ્રેક કરવામાં વન વિભાગને સફળતા મળી છે. દીપડાને ટ્રેક કરી રહેલી ટીમોને દીપડાના ફૂટ પ્રિન્ટ મળ્યા છે. ફૂટ પ્રિન્ટના આધારે વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે દીપડો 6 વર્ષનો હોઇ શકે છે. ત્યારે ફૂટ પ્રિન્ટની દિશામાં વન વિભાગે તપાસ હાથ ધરી છે. અધિકારીઓને આશા છે કે તેઓ વહેલીતકે માનવભક્ષી દીપડાને ઝડપી લેશે. હાલ સુરત સહિતની વિવિધ ટીમો દીપડાને પકડી લેવા માટે કાર્યરત થઇ છે. તો સીસીટીવી કેમેરા સાથે અત્યાધુનિક સાધનો વડે દીપડાનું લોકેશન મેળવવા વન વિભાગ દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ તરફ દેવગઢબારિયાથી ટ્રાન્ક્યુલાઈઝર ગન સાથે 3 સભ્યોની ટીમ પણ ઘોઘંબા વન વિસ્તારમાં પહોંચી છે. આ ઉપરાંત કુલ 9 જેટલા પાંજરા ગોઠવીને સ્થાનિક વન વિભાગના 40 કર્મચારીઓ પણ સતત વૉચ રાખી રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તો ભલે દીપડાનું પગેરૂ મળ્યું હોય પરંતુ સ્થાનિકોમાં દીપડાની દહેશત યથાવત છે. અને લોકો દીપડાના આંતકથી ભયભીત છે. આ વિસ્તારના લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. તો વન વિસ્તારમાં આવેલા એક ખેતરમાં દીપડાના પગના નિશાન જોવા મળતા સ્થાનિકોના ભયમાં વધારો થયો છે. સ્થાનિકોની માગ છે કે વન વિભાગ દીપડાને વહેલીતકે પાંજરે પુરે અને તેઓને ભયમુક્ત કરે.

Next Article