ભાવનગર જિલ્લામાં બર્ડફ્લુનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો, તંત્ર દોડતું થયું

|

Jan 28, 2021 | 11:05 PM

ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ પોઝિટિવ નોંધાયો છે. મહુવાના ગુંદરણા ગામે મરઘાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. ગત 21મી જાન્યુઆરીના રોજ મરઘાનું મોત થયું હતું, જે બાદ મરઘાના સેમ્પલને મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ પોઝિટિવ નોંધાયો છે. મહુવાના ગુંદરણા ગામે મરઘાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. ગત 21મી જાન્યુઆરીના રોજ મરઘાનું મોત થયું હતું, જે બાદ મરઘાના સેમ્પલને મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જ્યાં 25મી જાન્યુઆરીના રોજ બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ હોવાની પૃષ્ટી થઈ હતી. જે બાદ જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરતા તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ગુંદરણા ગામના પોલટ્રી ફાર્મના 1 કિલોમીટરની ત્રિજ્યામાં પશુપાલન વિભાગે SOP મુજબ કામગીરી હાથધરી છે. તમામ વિસ્તારને સેનેટાઈઝ કર્યું છે તો આસપાસના વિસ્તારોમાં પણ સર્વેલન્સની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

 

 

આ પણ વાંચો: ખેડૂત કાયદાઓ વિરૂદ્ધ MAMATA સરકારે પસાર કર્યો ઠરાવ, વિધાનસભામાં જ લાગ્યા ‘જય શ્રીરામ’ના નારા

Next Video