ખેડૂત કાયદાઓ વિરૂદ્ધ MAMATA સરકારે પસાર કર્યો ઠરાવ, વિધાનસભામાં જ લાગ્યા ‘જય શ્રીરામ’ના નારા

કેન્દ્ર સરકારના ખેડૂત કાયદાઓ (Agriculture Laws) વિરૂદ્ધ પશ્ચિમ બંગાળની મમતા ( Mamata Banerjee) સરકારે 28 જાન્યુઆરી ગુરુવારને દિવસે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો.

ખેડૂત કાયદાઓ વિરૂદ્ધ MAMATA સરકારે પસાર કર્યો ઠરાવ, વિધાનસભામાં જ લાગ્યા 'જય શ્રીરામ'ના નારા
ફાઈલ ફોટો : પશ્ચિમબંગાળ વિધાનસભા ભવન
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 28, 2021 | 9:54 PM

કેન્દ્ર સરકારના ખેડૂત કાયદાઓ (Agriculture Laws) વિરૂદ્ધ પશ્ચિમ બંગાળની મમતા ( Mamata Banerjee) સરકારે 28 જાન્યુઆરી ગુરુવારને દિવસે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો. આ પ્રસ્તાવ ધ્વનીમતથી પસાર કરવામાં આવ્યો. જો કે આ દરમિયાન વિધાનસભામાં ભારે હોબાળો થયો. રાજ્ય સરકાર તરફથી સંસદીય કાર્ય અને શિક્ષણ પ્રધાન પાર્થ ચેટરજીએ કેન્દ્ર સરકારના ખેડૂત કાયદાઓ વિરૂદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી(BJP)ના ધારાસભ્યોએ પ્રદર્શન, હોબાળો અને નારા લગાવવાનું શરૂ કર્યું.

પ્રસ્તાવના સમર્થનામાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જેવું સંબોધન શરૂ કર્યું, ભાજપના ધારાસભ્ય દળના નેતા મનોજ ટીગ્ગા (MANOJ TIGGA)એ ‘જય શ્રીરામ’ના નારા લગાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય દુલાર બરે પણ એનો સાથ આપતા ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા અને ત્યારબાદ ત્યાં હાજર ભાજપના અન્ય ધારાસભ્યોએ પણ નારા લગવવાનું શરૂ કરતા સમગ્ર વિધાનસભા ભવન ‘જય શ્રીરામ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ નારા અને હોબાળાના કારણે મુખ્યપ્રધાન મમતા બેનરજી ( Mamata Banerjee) પોતાનું વક્તવ્ય ન આપી શક્યા. ભાજપાના ધારાસભ્યોએ નારા લગાવતા લગાવતા વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો: Farmer Protest: સિંઘુ બોર્ડર સંપૂર્ણ રીતે સીલ કરાઈ, પગપાળા જવાનો રસ્તો પણ બંધ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">