ગ્રેડ પે આંદોલન મુદ્દે બોલ્યા DGP, પોલીસમાં અસંતોષ ફેલાવવાની પ્રવૃતિને ખાખીવર્દી ઉપરનો હુમલો ગણાશે, ઝુંબેશમાં જોડાનાર પોલીસ સામે પગલા લેવાશે

|

Jul 21, 2020 | 9:23 AM

ગ્રેડ પે મુદ્દે કેટલાક દિવસથી સોશિયલ મીડિયામા ચાલી રહેલ ઝુંબેશને લઈને ડીજીપી શિવાનંદ ઝાએ આજે ચિમકી ઉચ્ચારી છે. વિવિધ સોશિયલ મીડિયામાં કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓના ગ્રેડ પે વધારવા માટે પોસ્ટ મૂકનાર ઉપર પોલીસ વિભાગ ચાંપતી નજર રાખી રહ્યું છે. આવી લડતને પ્રોત્સાહન આપનાર પરદાની પાછળ અને પરદાની આગળના તત્વોને ઓળખી લેવાયા છે. કેટલાકના મલિન ઈરાદા હોવાનું […]

ગ્રેડ પે આંદોલન મુદ્દે બોલ્યા DGP, પોલીસમાં અસંતોષ ફેલાવવાની પ્રવૃતિને ખાખીવર્દી ઉપરનો હુમલો ગણાશે, ઝુંબેશમાં જોડાનાર પોલીસ સામે પગલા લેવાશે

Follow us on

ગ્રેડ પે મુદ્દે કેટલાક દિવસથી સોશિયલ મીડિયામા ચાલી રહેલ ઝુંબેશને લઈને ડીજીપી શિવાનંદ ઝાએ આજે ચિમકી ઉચ્ચારી છે. વિવિધ સોશિયલ મીડિયામાં કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓના ગ્રેડ પે વધારવા માટે પોસ્ટ મૂકનાર ઉપર પોલીસ વિભાગ ચાંપતી નજર રાખી રહ્યું છે. આવી લડતને પ્રોત્સાહન આપનાર પરદાની પાછળ અને પરદાની આગળના તત્વોને ઓળખી લેવાયા છે. કેટલાકના મલિન ઈરાદા હોવાનું જાણવા મળ્યું છે. પગાર મુદ્દે પોલીસમા અસંતોષ ફેલાવવાના પ્રયાસને ખાખી પરનો હુમલો ગણાશે. પોલીસ કર્મચારીઓને પણ સંદેશ આપતા શિવાનંદ ઝાએ કહ્યું કે, આ એક સરકારી નોકરી નથી પણ સમાજ અને દેશ માટેની સેવા છે.માત્ર પગારની ચિંતા કરનારે પોલીસની નોકરી ના કરવી જોઈએ. ખાખી પહેરવાનો માન અને મોભો છે. તેનુ ગૌરવ લેવુ પગાર કરતા વધુ મોટી વાત છે. કેટલાક અસમાજીક તત્વો ભોળા પોલીસકર્મીને ભોળવી રહ્યાં છે. આવી પ્રવૃતિ શિસ્ત વિરુધ્ધ ગણાશે. ખાતાકીય કાર્યવાહી કરાશે. ખાતાકીય ગેરશિસ્ત જ નહી પોલીસમાં અસંતોષ ફેલાવવો એ ગુન્હો પણ બને છે. ગ્રેડ પે જેવી અસંતોષ ફેલાવનારી પ્રવૃતિમાં જોડાનાર સામે ખાતાકીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

Next Article