Omicron in Gujarat: સમગ્ર ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં (Jamnagar) નોંધાયેલા ઓમિક્રોનના (Omicron) ત્રણેય દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો અનુભવાયો છે. જણાવી દઈએ કે જામનગરમાં સૌ પ્રથમ ઓમિક્રોનનો કેસ સામે આવ્યો હતો. જે બાદ એ જ દર્દીના પરિવારના બે મહિલાઓને પણ ઓમિક્રોન થયો હતો. ત્રણેય દર્દી સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્યારે જામનગર અને સમગ્ર ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે કે ત્રણે દર્દીના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યા છે.
ઓમિક્રોનથી સંક્રમિત થયેલા આ ત્રણ દર્દીને રજા અપાઈ છે. ત્યારે રાજ્યમાં ઓમિક્રોનના પ્રથમ ત્રણ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જણાવી દઈએ કે 12 દિવસ બાદ ફરીથી ત્રણે દર્દીના રિપોર્ટ કરાયા હતા. જણાવી દઈએ કે બે દિવસ પહેલા રાજ્યમાં નોંધાયેલા ઓમિક્રોનના પ્રથમ દર્દીનો એક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તો ઝિમ્બાબ્વેથી પરત ફરેલા વૃદ્ધનો એક રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ બાદ ઓમિક્રોનનો બીજો રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધ ડેન્ટલ હોસ્પિટલમાં જ ક્વોરન્ટાઇન હતા.એટલું જ નહીં દર્દીના સાળા અને પત્ની પણ પોઝિટિવ હોવાથી સારવાર હેઠળ હતા. ત્યારે આ ત્રણેયના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રના જીવમાં જીવ આવ્યા જેવી સ્થિતિ થઇ છે.
રાજ્યના પ્રથમ ઓમિક્રોન વેરીએન્ટ સંક્રમિત દર્દીનો પહેલો રિપોર્ટ નેગેટીવ આવતા હાલમાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દર્દી કોરોના સંક્રમિત થયો ત્યારથી એની સ્થિતિ સ્થિર હતી. ડોક્ટર્સનું કહેવું હતું કે આ દર્દી કોરોનાના હળવા લક્ષણ હતા, આમ છતાં તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં હતા. તેમનો બીજો રિપોર્ટ નેગેટીવ આવ્યાં બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જો કે આ દર્દીના સંપર્કમાં આવેલા તેના સાળા અને પત્ની બંને હજી પણ કોરોના સંક્રમિત હતા. તેઓનો પણ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તે બંને ડેન્ટલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર હેઠળ હતા. ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ ફેલાય નહિ તે માટે જામનગરના આરોગ્ય વિભાગ દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત માટે હાશકારો: જામનગરના ઓમિક્રોનના ત્રણેય દર્દીના રિપોર્ટ નેગેટિવ, દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા
Published On - 8:50 am, Fri, 17 December 21