કોરોનાની મહામારી Travels ઉદ્યોગને ભરખી ગઈ, ટ્રાવેલ્સ બસના પૈડા અટકી ગયા

|

Mar 29, 2021 | 9:58 AM

છેલ્લા 1 વર્ષથી કોરોનાની મહામારીએ ઘણા વેપાર-ધંધાને નુકસાન પહોચાડ્યું છે. કોરોનાની મહામારીની સૌથી વધુ અસર ટ્રાવેલ્સ ઉદ્યોગને થઇ છે.

છેલ્લા 1 વર્ષથી કોરોનાની મહામારીએ ઘણા વેપાર-ધંધાને નુકસાન પહોચાડ્યું છે. કોરોનાની મહામારીની સૌથી વધુ અસર ટ્રાવેલ્સ (Travels) ઉદ્યોગને થઇ છે. એક વર્ષથી મંદીનો સામનો કરી રહેલા આ ઉદ્યોગ પાટે ચડી શકી એમ નથી. આ વચ્ચે ઘણા ટ્રાવેલ્સ સંચાલકોએ આ ધંધો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તો ઘણા સંચાલકોએ થોડા સમય માટે બસ બંધ કરવાનોં નિર્ણય કર્યો છે.

કોરોનાની મહામારીને કારણે ઘણા ટ્રાવેલ્સ સંચાલકોએ બસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રાઇવેટ કંપનીની ટ્રાવેલ્સ બસો કેટલાક સમય માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.પાશ્વનાથ અને ટુરિસ્ટ કંપનીએ 50થી વધુ બસો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આ કંપનીએ દેશભરમાં સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ કોરોના કેસમાં ઘટાડો અને સ્થિતી સામાન્ય ન થાય ત્યા સુધી ટ્રાવેલ્સ કંપની બસો બંઘ રાખશે. ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે બસ ડ્રાઈવરની હાલત કફોડી થઇ છે. તો બીજી તરફ ટ્રાવેલ્સ પર લીધેલી લોન, જાળવણી કરવી, ડ્રાઈવરનો પગાર ચાલુ હોય છે. આ સાથે જ આવક ઓછી છે. જેને લઈને સ્થિતિ કફોડી થઇ છે.

નોંધનીય છે કે, ગુજરાતમે પ્રાઇવેટ 7000થી વધુ બસ છે, જે પૈકી મોટાભાગની બસની સર્વિસ બંધ કરવામાં આવી છે. છેલ્લા 35 વર્ષથી ધંધો કરતા પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી ખેતાણીએ પણ ધંધો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

તો સરકાર દ્વારા છ માસના ટેક્સમાં માફી આપી હતી પરંતુ એ સમયગાળામાં બસ ચાલી જ ન હતી એટલે કોઇ ફાયદો થયો ના હતો. તો બીજી તરફ ટ્રાવેલ્સ સંચાલકોએ માંગ કરી છે કે, મોરેટોરિયમ પીરીયડમાં વધારો કરવો જોઈએ.

Next Video