કાળી દ્રાક્ષના ફાયદા અવગણવા જેવા નથી. જાણો શરીર માટે કેવી રીતે કરે છે સંજીવનીનું કામ ?

|

Sep 09, 2020 | 6:54 AM

મોટા ભાગે લીલીછમ દ્રાક્ષ બધાને ભાવે છે. પણ કહેવાય છે કે કાળી દ્રાક્ષમાં પણ પુષ્કળ પોષકતત્ત્વો હોય છે. ઉપરાંત તેનું નિયમિત સેવન કરવાથી કેટલીક બીમારીને પણ દૂર રાખી શકાય  છે. કાળી દ્રાક્ષમાં મોટા પ્રમાણમાં વિટામીન સી અને ઈ હોય છે. જેનાથી ત્વચા સુંદર બને છે. અને નિયમિત સેવન કરવાથી માઈગ્રેનના દુઃખાવામાં પણ રાહત મળે છે. […]

કાળી દ્રાક્ષના ફાયદા અવગણવા જેવા નથી. જાણો શરીર માટે કેવી રીતે કરે છે સંજીવનીનું કામ ?

Follow us on

મોટા ભાગે લીલીછમ દ્રાક્ષ બધાને ભાવે છે. પણ કહેવાય છે કે કાળી દ્રાક્ષમાં પણ પુષ્કળ પોષકતત્ત્વો હોય છે. ઉપરાંત તેનું નિયમિત સેવન કરવાથી કેટલીક બીમારીને પણ દૂર રાખી શકાય  છે. કાળી દ્રાક્ષમાં મોટા પ્રમાણમાં વિટામીન સી અને ઈ હોય છે. જેનાથી ત્વચા સુંદર બને છે. અને નિયમિત સેવન કરવાથી માઈગ્રેનના દુઃખાવામાં પણ રાહત મળે છે. ઉપરાંત તે અલ્ઝાઈમરના રોગમાં પણ રાહત અપાવે છે. કાળી દ્રાક્ષનું સેવન કરવાથી એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થાય છે. કાળી દ્રાક્ષ વજન નિયંત્રણમાં રાખે છે. એમાં એન્ટિ ઓક્સીડન્ટનું પ્રમાણ રહેલું હોય છે. જે  શરીરમાંથી બિનજરૂરી ઝેરી તત્ત્વોને દૂર કરે છે. કાળી દ્રાક્ષનું સેવન કરવાથી ડાયાબિટીસના રોગમાં પણ રાહત મળે છે. એમાં ફાઈબર  હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

કેન્સર જેવી બીમારીમાં પણ કાળી દ્રાક્ષ ઉપયોગી છે. કાળી દ્રાક્ષના રસમાં બે ચમચી મધ ભેળવીને એનું સેવન કરવાથી લોહીમાં વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત કાળી દ્રાક્ષમાં નમક અને મરી નાખીને ખાવાથી કબજિયાત પણ દૂર થાય છે. કાળી દ્રાક્ષના રસના કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદામાં રાહત મળે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દ્રાક્ષમાં  ગ્લુકોઝ, મેગ્નેશિયમ અને  સાઈટ્રિક એસીડ જેવા પણ પોષક તત્ત્વો હોય છે, જે ટી.બી, કેન્સર, બી.પી., બ્લડ ઈન્ફેક્શન જેવી બીમારીમાં પણ ફાયદો અપાવે છે. આ ઉપરાંત દ્રાક્ષમાં  ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, લોહતત્વ, ફોલેટ, વિટામીન એ,બી-ટુ, સી પણ ભરપૂર માત્રામાં હોય છે. જે તમને સ્વસ્થ રાખે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article