ગુજરાતના ભ્રષ્ટ સરકારી અધિકારી સામે, એન્ટી કરપ્શન બ્યુરોએ કર્યા 4754 કેસ

|

Mar 08, 2021 | 1:06 PM

ગુજરાતમાં (Gujarat) એન્ટી કરપ્શન બ્યુરોએ ( ACB ) ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે લાંચ અંગેના કુલ 4754 કેસ કર્યા છે. ક્લાસ-વન કક્ષાના 23 અધિકારીઓ સામે કેસ કરાયા છે.

ગુજરાતના ભ્રષ્ટ સરકારી અધિકારી સામે, એન્ટી કરપ્શન બ્યુરોએ કર્યા 4754 કેસ
ગુજરાતમાં ભ્રષ્ટ સરકારી અધિકારી સામે એન્ટી કરપ્શન બ્યુરોએ કરેલી કામગીરી

Follow us on

ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે વર્ષમાં સરકારી કર્મચારીઓ ઉપર લાંચ અંગેના કુલ 4754 કેસ કરાયા છે. ગુજરાતમાં સરકારી કર્મચારીઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને નાબુદ કરવા એન્ટી કરપ્શન બ્યુરો ( ACB ) અવારનવાર છટકુ ગોઠવીને સરકારી કર્મચારીઓને લાંચ લેતા પકડી પાડે છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કલાસ-વન કક્ષના 23 અધિકારી સામે લાંચ રૂશ્વત અંગે એન્ટિ કરપ્શન બ્યુરો કેસ કર્યા છે. તો કલાસ-ટુ કક્ષાના 99 અધિકારીઓ સામે લાંચ અંગેના કેસ દાખલ કરાયા છે. કલાસ-થ્રીના 357 કર્મચારીઓ સામે લાંચ રૂશ્વત અંગે કેસ દાખલ કરાયા છે. જ્યારે કલાસ-ફોરના 9 કર્મચારીઓ સામે લાંચ અંગેના કેસ દાખલ કર્યા છે.
એન્ટી કરપ્શન બ્યુરોએ આ બે વર્ષમાં 264 વચેટીયાઓ ઉપર પણ ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તો 454 કેસમાં 752 આરોપીઓ દર્શાવવામાં આવ્યા છે. જો કે હજુ પણ લાંચ રૂશ્વત કેસના 88 સરકારી કર્મચારી હોય તેવા આરોપીઓને પકડવાના બાકી છે. ગુજરાત વિધાનસભામાં પુછાયેલા લેખિત પ્રશ્નના ઉતરમાં સરકારે એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટ સરકારી અધિકારી સામે કરેલી કામગીરીની વિગત આપી હતી.

Next Article