લોકડાઉનની અસર વર્તાઈ સુરતના વેપાર ઉદ્યોગ ધંધા રોજગાર ઉપર, કેવી રીતે ચૂકવવા રોજબરોજના ખર્ચાની વેપારી-દુકાનદારોને ચિંતા

|

Jun 26, 2020 | 8:12 AM

કોરાનાના સંક્રમણને ફેલાતો અટકાવવા લગાવેલા લોકડાઉનની અસર હવે ધીમે ધીમે ધંધા, રોજગાર, વ્યાપાર ઉપર જોવા મળી રહી છે. વાત છે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની, પરતુ આ સમસ્યા ગુજરાતના તમામ શહેરોના વેપારીઓને વત્તાઓછા અંશે લાગુ પડે છે. લોકડાઉનમાં વેપાર-ઉદ્યોગ-ધંધા-રોજગાર સહીતની આર્થિક પ્રવૃતિઓ તો બંધ હતી પણ રોજબરોજના ખર્ચા યથાવત રહ્યા. લોકડાઉન બાદ અનલોક -1માં […]

લોકડાઉનની અસર વર્તાઈ સુરતના વેપાર ઉદ્યોગ ધંધા રોજગાર ઉપર, કેવી રીતે ચૂકવવા રોજબરોજના ખર્ચાની વેપારી-દુકાનદારોને ચિંતા

Follow us on

કોરાનાના સંક્રમણને ફેલાતો અટકાવવા લગાવેલા લોકડાઉનની અસર હવે ધીમે ધીમે ધંધા, રોજગાર, વ્યાપાર ઉપર જોવા મળી રહી છે. વાત છે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની, પરતુ આ સમસ્યા ગુજરાતના તમામ શહેરોના વેપારીઓને વત્તાઓછા અંશે લાગુ પડે છે. લોકડાઉનમાં વેપાર-ઉદ્યોગ-ધંધા-રોજગાર સહીતની આર્થિક પ્રવૃતિઓ તો બંધ હતી પણ રોજબરોજના ખર્ચા યથાવત રહ્યા. લોકડાઉન બાદ અનલોક -1માં ધંધા-રોજગાર-વેપાર કરવાની પરવાનગી મળી તો તેની સાથેસાથે રોજબરોજના ખર્ચાઓ ચૂકવવાની ચિંતા હવે વેપારીઓને સંતાવી રહી છે. રોજબરોજના ખર્ચાઓમાં સૌથી વધુ ખર્ચ તરીકે ભાડાની ચૂકવણી છે. માથે ચડેલા ત્રણ મહિનાનુ ભાડુ ચુકવવા વેપારીઓ તૈયાર તો છે, પરંતુ તેમાં સરળ હપ્તા અને વધુ ત્રણ મહિનાની મુદત ઈચ્છી રહ્યાં છે. જુઓ વિડીયો

Next Article