Tauktae Cyclone જુઓ કઈ તારીખે ક્યાથી પસાર થશે તાઉ તે વાવાઝોડુ, 17-18-19 મે ના રોજ ગુજરાતમાં બતાવશે તાકાત

|

May 16, 2021 | 5:48 PM

વાવાઝોડુ તાઉ તે, ગીર સોમનાથ જિલ્લામા ત્રાટકીને તાલાલા તરફ આગળ વધશે. તાલાલાથી વાવાઝોડુ તાઉ તે થોડુ પૂર્વ દિશા તરફ ફંટાઈને વિસાવદર, ભેંસાણ, ગોંડલ તરફ આગળ વધશે. અને ત્યાથી કોટડાસાંગાણી, રાજકોટ, વાંકાનેર તરફ 18મી મે ના રોજ સાંજે ફંટાશે. જો કે ગીરસોમનાથના કાંઠા વિસ્તારમાં વેરી સિવીયર સાયક્લોનિક સ્વરૂપે ટકરાનાર વાવાઝોડુ તાઉ તે જેમ જેમ આગળ વધશે તેમ તેમ તે ધીમા પડવાની સાથે નબળુ પણ પડતુ જશે.

Tauktae Cyclone જુઓ કઈ તારીખે ક્યાથી પસાર થશે તાઉ તે વાવાઝોડુ, 17-18-19 મે ના રોજ ગુજરાતમાં બતાવશે તાકાત
તાઉ તે વાવાઝોડુ ગુજરાતમાં 17- 18-19 મેના રોજ બતાવશે તાકાત

Follow us on

અરબી સમુદ્રમાથી ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતુ તાઉ તે વાવાઝોડુ અતિ વિનાશક બની ચૂક્યુ છે. તાઉ તે વાવાઝોડુ, 18મીએ વહેલી સવારે ગીરસોમનાથ જિલ્લામા ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગે, આજે એટલે કે 16મી મેના રોજ સાંજે ચાર વાગે વ્યક્ત કરી છે. જો કે તાઉ તે વાવાઝોડુ ચોક્કક ક્યા ત્રાટકશે તે મોટાભાગે આવતીકાલે બપોર સુધીમાં જાણી શકાશે. પણ જે રીતે અને જે દિશામાં તાઉ તે વાવાઝોડુ આગળ વધી રહ્યું છે તે જોતા સ્પષ્ટ કહી શકાય કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડુ વિનાશ સર્જશે.

હવામાન વિભાગે વ્યક્ત કરેલ સંભાવનાઓને જોતા, વાવાઝોડુ તાઉ તે, ગીર સોમનાથ જિલ્લામા ત્રાટકીને તાલાલા તરફ આગળ વધશે. તાલાલાથી વાવાઝોડુ તાઉ તે થોડુ પૂર્વ દિશા તરફ ફંટાઈને વિસાવદર, ભેંસાણ, ગોંડલ તરફ આગળ વધશે. અને ત્યાથી કોટડાસાંગાણી, રાજકોટ, વાંકાનેર તરફ 18મી મે ના રોજ સાંજે ફંટાશે. જો કે ગીરસોમનાથના કાંઠા વિસ્તારમાં વેરી સિવીયર સાયક્લોનિક સ્વરૂપે ટકરાનાર વાવાઝોડુ તાઉ તે જેમ જેમ આગળ વધશે તેમ તેમ તે ધીમા પડવાની સાથે નબળુ પણ પડતુ જશે.

વાકાનેરથી તાઉ તે વાવાઝોડુ નબળુ પડીને ડિપ્રેશનમાં ફેરવાશે અને તે હળવદ, પાટણના રાધનપુર થઈને 19મી મેના રોજ સવારે બનાસકાંઠાના ભાભોર દિઓદર થઈને રાજસ્થાન તરફ જતુ રહેશે. ડિપ્રેશનમાં ફરવાઈ જવાથી પાટણ-બનાસકાંઠા વિસ્તારમાં વરસાદ વરસાવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

16 મે 2021- રવિવાર- દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ, કેટલાક વિસ્તારોમાં વરસાદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીના કેટકા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવના છુટા છવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના.
સાબરકાંઠા, અમદાવાદ,આણંદ, ખેડાના કેટલાક વિસ્તામા પણ વરસી શકે છે વરસાદ.

17 મે 2021 સોમવાર-
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, આણંદ, ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દમણમાં છુટોછવાયો વરસાદ વરસશે. વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લના કેટલાક વિસ્તારમાં બારે વરસાદ.

18 મે 2021- મંગળવાર
ભાવનગર, અમરેલી બોટાદ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે. આણંદ,અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ
સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ અને દિવમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહિસાગર, ખેડા, સુરત, ભરૂચ અને વડોદરા, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

19 મે 2021 બુધવાર
બનાસકાંઠા, સાબરકાંઠા મહેસાણા અને કચ્છ જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

જુઓ તાઉ તે વાવાઝોડુ કઈ તારીખે કયા વિસ્તારમાંથી પસાર થશે ?

 

Published On - 4:50 pm, Sun, 16 May 21

Next Article