Tauktae Cyclone in Gujarat : ગુજરાત પર તોળાતુ તાઉ તેનું સંકટ, 1લાખથી વધુ લોકોનું સ્થળાંતર

|

May 17, 2021 | 10:57 AM

Tauktae Cyclone in Gujarat : ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યુ છે. વાવાઝોડાના સંકટને જોતા અગમચેતીના ભાગરુપે તંત્ર દ્વારા દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોનું સ્થળાંતર કરાઇ રહ્યુ છે.

Tauktae Cyclone in Gujarat : ગુજરાતના દરિયાકાંઠે તાઉ તે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યુ છે. વાવાઝોડાના સંકટને જોતા અગમચેતીના ભાગરુપે તંત્ર દ્વારા દરિયાકાંઠાની આસપાસનાં વિસ્તારોનું સ્થળાંતર કરાઇ રહ્યુ છે. આપને જણાવી દઇએ કે તંત્રએ રાજ્યના 17 જિલ્લાના 655 ગામોમાંથી 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યુ છે.  સ્થળાંતરની આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને સવારે 5 વાગ્યાથી ફરી એક વખત તેને શરુ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે તાઉ તે વાવાઝોડાની અસર અત્યારથી જ વર્તાઇ રહી છે, અને 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે.જ્યારે 6 તાલુકામાં 6 ઇંચ જેટવો વરસાદ વરસ્યો છે. સતર્કતાના ભાગરુપે રાહત અને બચાવ માટે NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય માટે 388 ટીમ જ્યારે મહેસુલી અધિકારીઓની 319ટીમ તૈનાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વાવાઝોડુ તાઉ તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.  રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના કિનારે ટકરાશે. આપને જણાવી દઇએ કે ચક્રવાત તોફાન પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે ત્યારે પવનની ઝડપ 155થી 1 65 કિમિ પ્રતિ કલાકની હશે જે વધીને  185 કિમી પ્રતિ કલાક થશે. હાલ વાવાઝોડુ દિવથી 260 અને વેરાવળથી 290 કિમી દૂર છે. તાઉ તે તોફાનના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અલગ અલગ બંદરો પર ભયજનક સિગ્નલ પણ લગાવવામાં આવ્યા છે.વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ નં.10 લગાવાયું દહેજ બંદરે ચાર નંબરનું સિગ્નલ લગાવાયું છે જયારે કંડલા બંદર, માંડવી બંદર અને જખૌ બંદર પર 8 નંબરના સિગ્નલ લગાડાયા છે. પોરબંદરના ઓલવેધર પોર્ટ પર 8 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અમરેલીના જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમા લાગ્યું 10 નંબરનું સિગ્નલ, જામનગરના બેડી, નવાબંદર, રોઝી, સિકકા બંદર પર 8 નંબરનું સિગ્નલ દેવભૂમિદ્વારકાના ઓખા, લાંબા, સલાયા બંદર પર 8 નંબરનું સિગ્નલ લગાવાયુ છે.

Published On - 10:02 am, Mon, 17 May 21

Next Video