Tauktae Cyclone 2021: તા’ઉતે વાવાઝોડું ગયુ પણ અસર છોડી ગયુ, વાવાઝોડાના કારણે નર્મદામાં ખેડૂતોના પાકને નુકસાન

|

May 20, 2021 | 9:00 AM

Tauktae Cyclone 2021 : તા'ઉતેના પ્રકોપના કારણે ખેડૂતોને પણ ભારે પ્રમાણમાં નુકસાન થયો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ તા'ઉતેનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. નર્મદામાં કેળાં અને શેરડીના પાકને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. 

Tauktae Cyclone 2021 : તા’ઉતે વાવાઝોડાના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે નુકસાન થયુ છે. કોઇ જગ્યાએ વીજ થાંભલા તૂટી ગયા છે તો કોઇ જગ્યાએ રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.તા’ઉતેના પ્રકોપના કારણે ખેડૂતોને પણ ભારે પ્રમાણમાં નુકસાન થયુ છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ તા’ઉતેનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. નર્મદામાં કેળાં અને શેરડીના પાકને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે.

 

આપને જણાવી દઇએ કે નર્મદા જિલ્લામાં હજારો ટન કેળાંના પાકનું ઉત્પાદન થાય છે, પરંતુ વાવાઝોડાના કારણે કેળાંના પાકને નુકસાન થતા કેળાંનો ઉભો પાક નષ્ટ થયો છે. નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આપને જણાવી દઇએ કે એક છોડ દીઠ ખેડૂતોને 125થી 200 રુપિયાનો ખર્ચ થતો હોય છે. સંપૂર્ણ ખેતર માટે ખેડૂતોને લગભગ 2થી3 લાખ રુપિયા ખર્ચ થતો હોય છે. પરંતુ વાવાઝોડાના કારણે હાલ ખેડૂતોને તે ખર્ચ પણ પરવડે તેવી સ્થિત નથી.

એક ખેડૂત જૈમિન પટેલ કહે છે કે ‘મે ખેતરમાં દોઢથી બે લાખ રુપિયાનો ખર્ચો કર્યો છે અગાઉના ભાવ પ્રમાણે મને આશા હતી કે 3થી4 લાખ મળશે પરંતુ હવે તે કંઇજ આવે તેવુ લાગતુ નથી.

Next Video