Vyara : તાપી જિલ્લામાં સાત દિવસીય સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શન ખુલ્લું મુકાયું

|

Jun 10, 2022 | 9:53 AM

તાપી(Tapi ) જિલ્લા વહીવટી તંત્રની સરાહના કરતા જણાવ્યું હતું કે, તમામ પ્રકારની સરકારી યોજનાઓનો અમલ જો કોઇ જિલ્લામાં થતો હોય તો તે તાપી જિલ્લો છે.

Vyara : તાપી જિલ્લામાં સાત દિવસીય સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શન ખુલ્લું મુકાયું
Exhibition starts in Tapi (File Image )

Follow us on

વ્યારા(Vyara ) સ્થિત દક્ષિણાપથ ગ્રામ સેવા સમાજ ગ્રાઉન્ડ ખાતે કૃષિ, ઊર્જા, અને પેટ્રોકેમિકલ વિભાગ ના રાજ્ય કક્ષાના મંત્રી (Minister ) અને તાપી(Tapi ) જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સાત દિવસ માટે “સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન’’ ની શરૂઆત કરવામાં આવી હતી. સમારંભના અધ્યક્ષસ્થાનેથી મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનનો હેતું ભાવી પેઢીને વર્તમાન સરકારના 20 વર્ષના શાસન દરમિયાન ગુજરાત રાજયમા આવેલ પરિવર્તનનો પરિચય કરવાનો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેવાડાના માનવી દુઃખી ન થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ તાપી જિલ્લો છે.

અહીં તમામ સરકારી યોજનાઓ હેઠળ નાગરિકોને યોજનાઓનો લાભ લોકો સુધી મહત્તમ રીતે પહોંચે તેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે તાપી જિલ્લા વહીવટી તંત્રની સરાહના કરતા જણાવ્યું હતું કે, તમામ પ્રકારની સરકારી યોજનાઓનો અમલ જો કોઇ જિલ્લામાં થતો હોય તો તે તાપી જિલ્લો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તેમને એ પણ ઉમેર્યું હતું વધુમાં વધુ કાર્યરત સખી મંડળો તાપી જિલ્લામાં છે. જિલ્લાના દરેક કાર્યક્રમોમાં સખી મંડળના વિવિધ સ્ટોલ જોવા મળે છે. જે અહિના બહેનોની સક્રિયતા દર્શાવે છે. તેમણે સરકાર દ્વારા બહેનો માટે કાર્યરત વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી તેનો વધુમાં વધુ લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો. અંતે તેમણે જિલ્લામાં સખીમંડળોને પ્રોત્સાહિત કરવા કાયમી ધોરણે ફૂડ પાર્કનું નિર્માણ કરવા જિલ્લા વહીવટી તંત્રને વ્યવસ્થા કરવા કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.

આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, વ્યારા નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણા, જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, સહીત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે તાપી જિલ્લામાં સાત તાલુકા આવેલા છે, જેમાં મોટા ભાગે આદિવાસી વિસ્તારો છે. ખાસ કરીને વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝલ, કુકુરમુન્ડા, ડોલવણ અને સોનગઢ આ તાલુકામાં આદિવાસી વસ્તી વ્યાપક પ્રમાણમાં વસે છે. અન્ય જિલ્લાઓની જેમ તાપી જિલ્લામાં પણ લોકોના હિત માટે સરકારની વિવિધ 64 જેટલી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પણ તેની અમલવારી કરવામાં તાપી જિલ્લો અગ્રેસર છે. દક્ષિણ ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે તાપી જિલ્લો વહીવટી વિભાગ આ કામગીરીમાં છેલ્લા ત્રણ મહિનાથી રેન્કિંગમાં સતત એકથી પાંચ ક્રમાંકની વચ્ચે જ રહ્યું છે. એટલે કે યોજનાઓના અમલવારીમાં તાપી જિલ્લો અગ્રેસર રહ્યો છે.

Next Article