TAPI : ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો, છેલ્લા બે દિવસમાં બે ફૂટ સપાટી વધી

|

Aug 23, 2021 | 9:36 PM

Ukai Dam Of Tapi : ઉપરવાસના વરસાદના કારણે ડેમના જળસ્તરમાં બે દિવસમાં બે ફૂટનો વધારો થયો છે.ત્યારે આગામી દિવસોમાં પણ પાણીની સતત આવક થતી રહેશે તેવું ડેમના સત્તાધીશો જણાવી રહ્યા છે.

TAPI : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચોમાસું સક્રિય થતા તેની અસર ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ વર્તાઇ રહી છે…દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટીમાં લાંબા સમય બાદ વધારો જોવા મળી રહ્યો છે…ઉપરવાસના વરસાદના કારણે ડેમના જળસ્તરમાં બે દિવસમાં બે ફૂટનો વધારો થયો છે.ત્યારે આગામી દિવસોમાં પણ પાણીની સતત આવક થતી રહેશે તેવું ડેમના સત્તાધીશો જણાવી રહ્યા છે…

ઉકાઈ ડેમના કાર્યપાલક ઈજનેર જે.એમ પટેલે કહ્યું કે અત્યારે હાલમાં જે ઉપરવાસમાં થયો છે, જેના કારણે છેલ્લા ચાર પાંચ દિવસમાં ઉકાઈ ડેમની જળસપાટીમાં બે થી અઢી ફૂટનો વધારો થયો છે. હજી ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં વધારે વરસાદ આવશે તો ઉકાઈ ડેમ તેની પૂર્ણ સપાટી સુધી ભરાઈ જશે તેવી આશા છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થિયા રહ્યો છે.હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી 327 ફૂટને પાર થઇ ગઈ છે, લાંબા સમય બાદ ઉકાઈ ડેમની સપાટી 327 ફૂટ પાર થઇ છે. લાખો કયુસેક પાણી અવવાને કારણે છેલ્લા બે દિવસમાં ઉકાઈ ડેમની સપાટીમાં 2 ફૂટનો વધારો થયો છે.ઉકાઈ ડેમની સપાટી ગત વર્ષે 332 ફૂટ હતી, જે હાલમાં ઓછી છે, પરંતુ જે પ્રમાણે ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે તે જોતા ઉકાઈ ડેમ પૂર્ણતઃ ભરાઈ જશે તેવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચો : PANCHAMAHAL : જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની જળસપાટીમાં નોંધપાત્ર ઘટાડો

Next Video