Tapi : વ્યારામાં યોજાયેલા જિલ્લા કક્ષાના “વિશ્વાસથી વિકાસયાત્રા” કાર્યક્રમમાં 38.21 કરોડના કુલ 33 કામોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

|

Sep 14, 2022 | 8:50 AM

છેલ્લા બે દાયકામાં વિકાસના કામો થવાથી આજે ગુજરાત આખા દેશમાં વિકાસના રોલ મોડેલ તરીકે પ્રખ્યાત થયું છે.

Tapi : વ્યારામાં યોજાયેલા જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં  38.21 કરોડના કુલ 33 કામોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું
District level "Viswas to Vikas Yatra" program was held in Vyara

Follow us on

સમગ્ર રાજ્યમાં ’વિશ્વાસ થી વિકાસ યાત્રા’ ચાલી રહી છે તે અંતર્ગત તાપી(Tapi ) જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાપી જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી(Minister ) મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા ની ઉપસ્થિતિમાં તાપીના વ્યારા સ્થિત દક્ષિણાપથ વિદ્યાલય ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે તાપી જિલ્લા કક્ષાએ રૂા. 38.21 કરોડના કુલ 33 વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ”ના મંત્ર ને ચરિતાર્થ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેઓએ ઉમેર્યું હતું કે દેશના તમામ લોકોને સાથે રાખી “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. લોકોની પાયાની જરૂરિયાતો અને સમસ્યાઓ હલ કરીને જન જન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને દેશ સમૃદ્ધ થાય તેવી ઉમદા ભાવના સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ભારત દેશને વિશ્વ ગુરુ બનાવવા આપણે સૌએ એક બનીને કામ કરવાનું છે. આપણો ભારત દેશ વૈશ્વિક ઓળખ ઉભી કરી નવી ઉંચાઈ હાંસલ કરી રહ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં સરકારે પ્રજાની સુખાકારી અને વિકાસ માટે ઘણા કાર્યો કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓ, મહિલાઓ, બાળકો સહિત છેવાડાના માનવીઓની ચિંતા કરી છે. શિક્ષિતો માટે રોજગાર, ખેડૂતો માટે સિંચાઈ, વીજળી, જંગલ જમીન, શૈક્ષણિક ઉત્થાન, સાયન્સ કોલેજો જેવા અનેક કામો કરીને આદિવાસી વિસ્તારનો વિકાસ કર્યો છે.

આ યાત્રાના બીજા દિવસે તાપી જિલ્લા કક્ષાએ કુલ 38.21 કરોડના કુલ 33 કામોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે આજથી 20 વર્ષ પહેલાની સ્થિતિ અને આજની સ્થિતિ વચ્ચે ફર્ક જોઈ શકાય છે. તે સમયે વીજળી, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓની હાલત પણ કફોડી હતી, પણ છેલ્લા બે દાયકામાં વિકાસના કામો થવાથી આજે ગુજરાત આખા દેશમાં વિકાસના રોલ મોડેલ તરીકે પ્રખ્યાત થયું છે.

Next Article