Tapi : તાપી જિલ્લામાં 45 હજાર હેકટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર, સૌથી વધુ વાવેતર ડાંગરનું

|

Jul 20, 2022 | 12:05 PM

10 દિવસ પહેલા પડેલા ભારે વરસાદને (Rain ) કારણે ખેતીમાં રોપણી અને વાવણી પર ઘણી મોટી અસર પડી હતી. પણ હવે જયારે વરસાદે વિરામ લીધો છે. અને સારો એવો વરસાદ પડી ગયો છે. ત્યારે ધરતીપુત્રો દ્વારા વાવણીની શરૂઆત કરવામાં આવી ચૂકી છે.

Tapi : તાપી જિલ્લામાં 45 હજાર હેકટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર, સૌથી વધુ વાવેતર ડાંગરનું
Farmers in Tapi District (File Image )

Follow us on

તાપી (Tapi ) જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં 45,919 હેકટર જમીનમાં વિવિધ પાકોનું (Crops ) વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 15,745 હેકટર વાવેતર સોનગઢ (Songadh ) તાલુકામાં કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં આ વર્ષે મેઘરાજાની શ્રીકાર પધરામણી થતા અત્યાર સુધીમાં સરેરાશ-827 મીમી એટલે કે 33 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 દિવસથી ભારે વરસાદના કારણે  ખેતરોમાં વાવણી તેમજ રોપણી ની કામગીરીમાં ભારે ખલેલ પડ્યો હતો. અને ખેડૂતો વાવેતર કરી શક્યા ન હતા.

પરંતુ હવે તાપી જિલ્લામાં વરસાદનું જોર હળવું થતા ધરતી પુત્રો ફરી વાવેતર માં જોતરાઈ ગયા છે. તાપી જિલ્લામાં ખેડૂતોએ ખેતરમાં જુવાર, મકાઈ, તુવેર, કપાસ, સોયાબીન અને શાકભાજી સહિતની રોપણી અને વાવણી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં તાપી જિલ્લામાં કુલ 45,919 હેક્ટર જમીન વિસ્તારમાં વાવેતર થઈ ચૂકયું છે. જેથી આ ચોમાસામાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

તાપી જિલ્લાની પરિસ્થિતી જોવા જોઇએ તો દર વર્ષે સરેરાશ 1,14,261 વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે. જેની સામે ચાલુ વર્ષે ચોમાસામાં રોપણીની શરૂઆત સારી થવા પામી છે. આ વર્ષે જિલ્લામાં 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ ઝરમર વરસાદથી થયો હતો. જેથી ધરતીપુત્રો દ્વારા વાવણીની શરૂઆત કરવામાં આવી ચૂકી છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

તાપી જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન ખરીફ પાકોમાં ડાંગર, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, કપાસ, સોયાબીન, વિવિધ શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે. જિલ્લામાં આજદિન સુધીની સ્થિતિ મુજબ અત્યાર સુધી સૌથી વધુ ડાંગરનું વાવેતર કુલ-14,588 હેકટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. જયારે બીજા પાક અનુસાર જોઈએ તો,જુવાર-2760 હેકટર, મકાઇ-1317 હેકટર, તુવેર-7532 હેકટર, મગ-87 હેકટર, અડદ- 438 હેકટર, મગફળી- 1314 હેકટર, સોયાબીન-5324 હેકટર, શાકભાજી-2623 હેકટર, અને ઘાસચારો-1025 હેકટર જમીન વિસ્તાર મળી જિલ્લામાં કુલ- 45,919 હેકટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.

10 દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે ખેતીમાં રોપણી અને વાવણી પર ઘણી મોટી અસર પડી હતી. પણ હવે જયારે વરસાદે વિરામ લીધો છે. અને સારો એવો વરસાદ પડી ગયો છે. ત્યારે ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે.

Input Credit Nirav Kansara (Tapi )

Next Article