Tapi : તોલમાપ કાયદાનો ભંગ કરનારા તાપી અને સુરત જિલ્લાના 47 વેપારીઓ દંડાયા

|

Jun 09, 2022 | 1:03 PM

ઓચિતી તપાસ(Checking ) કરી દુધ, છાશ, સિગારેટ, કોલ્ડ્રિકસ જેવી ચીજવસ્તુઓ છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેતા હોવાનું માલુમ પડ્યું હતું.

Tapi : તોલમાપ કાયદાનો ભંગ કરનારા તાપી અને સુરત જિલ્લાના 47 વેપારીઓ દંડાયા
47 traders of Tapi and Surat districts punished for violating weighing law(File Image )

Follow us on

ગ્રાહકો (Customer ) પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન (Weight ) કરતા ઓછું આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી (Cheating ) કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરીક્ષકોએ મે મહિના દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર કાર્યવાહી હાથ ધરી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનિયર સિનીયર નિરિક્ષકો દ્વારા વેપારી એકમો ની ઓચિંતી તપાસણી કરી ધી લીગલ મેટ્રોલોજી રૂલ તથા ધી પેકેજ કોમોડીટીઝ રૂલ ની જોગવાઈઓ અને કાયદાના ભંગ બદલ વેપારી એકમો સામે કેસ કરી રૂ.13.25 લાખની સરકારી ફી દંડ રૂપે વસૂલ કરવામાં આવી હતી.

સુરત અને તાપી જિલ્લામાં મોબાઈલ કોર્ટ દરમિયાન 47 વેપારી એકમો સામે પ્રોસિક્યુશન કેસ કરી રૂા.32,000નો  દંડ સ્થળ ૫૨ વસુલ કરવામાં આવ્યો હતો. બે મોબાઈલ કોર્ટનું આયોજન કરીને પાંડેસરા, બમરોલી વિસ્તારમાં મોબાઈલ કોર્ટ દરમિયાન 26 વેપારી એકમો સામે પ્રોસીક્યુશન કેસ કરી રૂા.14,300 તથા તાપી જિલ્લાના વ્યારા સ્ટેશન રોડ પર મોબાઈલ કોર્ટ દરમિયાન કુલ 21 વેપારી એકમો સામે પ્રો.કેસ કરી રૂ.7700 દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

કચેરી દ્વારા તોલમાપ તથા પી.સી.આર કાયદાના ભંગ બદલ ગ્રાહકો તરફથી મળેલી ફરિયાદ અન્વયે નિરિક્ષકો દ્વારા ઓચિતી તપાસ કરી દુધ, છાશ, સિગારેટ, કોલ્ડ્રિકસ જેવી ચીજવસ્તુઓ છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સારોલી ખાતેના કુબેરજી વલ્ડ માર્કેટના દિપકકુમાર વ્યાસ, પલસાણા ચોકડી પાસે આવેલી હોટલ રજવાડી કાઠીયાવાડી, પલસાણાના દસ્તાન ફાટક નજીક ધનલક્ષ્મી ટોબેકો એન્ડ ટ્રેડ સ્ટોર, કામરેજ ચાર રસ્તા ખાતે મુરલીધર પાન પેલેસ, પલસાણાના બલેશ્વર ને.હા.નં.48 હોટલ રામદેવ જેવી દુકાનો પર પ્રો. કેસો કરીને રૂ.10 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ, પેકેજ કોમોડીટીઝ તથા ગ્રાહક સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-2, એ-લોક, ગ્રાઉડ ફલોર અઠવાલાઈનસ, સુરત સંપર્ક સાધવો તેવું મદદનીશ નિયંત્રણ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે.

Next Article