તાપીમાં લાંચિયા શિક્ષણાધિકારી ભરત પટેલની ધરપકડ, 10 લાખની માગી હતી લાંચ

તાપીમાં લાંચિયા શિક્ષણાધિકારી ભરત પટેલની ધરપકડ કરાઈ છે. ACBએ દરોડા પાડતા શિક્ષણાધિકારી અને લાંચની રકમ લેવા જનાર ક્લાર્ક રવિ પટેલ ઝડપાઈ ગયા છે. શિક્ષણાધિકારીએ એક શાળાની માન્યતા રદ ન કરવા રૂપિયા 10 લાખની લાંચ માગી હતી. જેમાં પહેલા 8 લાખ અને બાદમાં 2 લાખ આપવાનું નક્કી થયું હતું. જેના પુરાવા પણ સામે આવ્યા છે. ફરિયાદી […]

તાપીમાં લાંચિયા શિક્ષણાધિકારી ભરત પટેલની ધરપકડ, 10 લાખની માગી હતી લાંચ
| Updated on: Oct 17, 2020 | 7:02 PM

તાપીમાં લાંચિયા શિક્ષણાધિકારી ભરત પટેલની ધરપકડ કરાઈ છે. ACBએ દરોડા પાડતા શિક્ષણાધિકારી અને લાંચની રકમ લેવા જનાર ક્લાર્ક રવિ પટેલ ઝડપાઈ ગયા છે. શિક્ષણાધિકારીએ એક શાળાની માન્યતા રદ ન કરવા રૂપિયા 10 લાખની લાંચ માગી હતી. જેમાં પહેલા 8 લાખ અને બાદમાં 2 લાખ આપવાનું નક્કી થયું હતું. જેના પુરાવા પણ સામે આવ્યા છે. ફરિયાદી અને શિક્ષણાધિકારીની ટેલિફોનિક વાતચીતની ઓડિયોક્લિપ સામે આવી છે. જેમાં રૂપિયાની લેવડ-દેવડની વાત થાય છે. મળતી માહિતી પ્રમાણે વ્યારાના વીરપુર ગામે આવેલી વિદ્યાકુંજ શાળાની માન્યતા રદ કરવા માટે લાંચ માગવામાં આવી હતી. જેને લઈ ફરિયાદીએ ACBને જાણ કરી હતી. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જોકે લાંચિયા અધિકારી ભરત પટેલને એસીબીએ ગોઠવેલા છટકાની ગંધ આવી જતાં તેઓ પૈસા લીધા વિના ભાગી ગયા. જોકે તેઓ એસીબીના સકંજામાં આવી ગયા.

 

તો બીજી તરફ શિક્ષણાધિકારી ભરત પટેલના તાપી અને આણંદ સ્થિત મકાનો પર દરોડા પાડવામાં આવ્યા.. જે દરમિયાન તાપી સ્થિત મકાનમાંથી ACBને વ્હીસ્કીની 4 બોટલો મળી આવી છે.. જ્યારે આણંદ સ્થિત મકાનમાં લાંચિયા બી.એમ.પટેલનું મકાન સીલ કરવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો