Tapi: પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે LRD ની ટ્રેનિંગ માટે આવ્યો હતો યુવાન, આ દરમિયાન મોત થતા ચકચાર

|

Nov 30, 2021 | 6:41 AM

Tapi: LRD ટ્રેનિંગ દરમિયાન એક ઉમેદવારના મોતની ઘટના સામે આવી છે. હજુ સુધી પોસ્ટમોટર્મ રિપોર્ટ ન આયો હોવાના કારણે મૃત્યુનું કારણ જાની શકાયું નથી.

Tapi: પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે LRD ની ટ્રેનિંગ માટે આવ્યો હતો યુવાન, આ દરમિયાન મોત થતા ચકચાર
LRD Candidate

Follow us on

Tapi: LRD ટ્રેનીંગ સેન્ટરમાં (LRD Training Center) એક ઉમેદવારનું મોત થયાના અહેવાલ આવ્યા છે. તાપીના વ્યારા (Vyara) ખાતે પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે આવેલા ઉમેદવારનું મોત થતા ચકચાર મચી ગયો છે. ઉમેદવાર સોનગઢના ડોસવાડા ગામે રહેતા મેહુલ ગામીત હોવાની માહિતી બહાર આવી છે. જણાવી દઈએ કે મૃતક ઉમેદવાર હાલ જીઆરડીમાં સોનગઢ ખાતે ફરજ બજાવતો હતો. જ્યારે તે આજે પોલીસ ટ્રેનિંગ સેન્ટર એલ આર ડીની ટ્રેનિંગ માટે વ્યારા ખાતે આવ્યો હતો.

પરંતુ આ ટ્રેનીંગ દરમિયાન જ ઉમેદવારનું મોત નીપજતા સૌ ચોંકી ગયા હતા. ઘટના બાદ પોલીસના ઉચ્ચઅધિકારીઓ વ્યારા સિવિલ ખાતે પોહચ્યા હતા. તો મૃતકનું પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લખનીય છે કે પી એમ બાદ મૃત્યુનું કારણ બહાર આવશે.

તાપીના વ્યારામાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર (Police Training Centre Vyara) ખાતે પોલીસ વિભાગ દ્વારા પોલીસ ભરતી અંગેના માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મેહુલ ગામીત ટ્રેનીંગ માટે આવ્યો હતો. પરંતુ અચાનક તેનું મોત થતા પોલીસ વિભાગ દોડતો થઇ ગયો હતો.

પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા
Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો

આવી જ એક ઘટના થોડા દિવસ અગાઉ અરવલ્લીમાં બની હતી. 28 નવેમ્બરના રોજ જ અહેવાલ હતા કે અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરિયા ગામમાં હોમગાર્ડ ભરતીની પ્રક્રિયા દરમિયાન એક યુવકનું મોત થયું હતું. મોડાસાના ભીલકુવા ગામના 25 વર્ષીય રણજીતસિંહ પરમારનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન ફિઝિકલ ટેસ્ટ માટે આવ્યો હતો.

ટેસ્ટ બાદ છાતીમાં દુ:ખાવો ઉપડતા યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાનનો પરિવાર આર્થિક રીતે નબળી પરિસ્થિતીનો હોય સહાયની માગ કરાઈ હતી. મળેલી માહિતી મુજબ મૃતક યુવકે બાળપણમાં જ તેના માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. ત્યારબાદ તેના કાકાએ તેનો ઉછેર કર્યો હતો. મૃતક યુવકને 3 વર્ષ અને 7 મહિનાના બે સંતાન છે. આમ, હવે તેની પત્ની અને બંને બાળકો નોંધારા બન્યા છે.

 

 

આ પણ વાંચો: ચીનને ઘેરવા માટે નોર્થ ઈસ્ટના વિસ્તારોમાં રેલ નેટવર્કને મજબુત કરવામાં વ્યસ્ત ભારત, જાણો કેટલો મહત્વનો છે આ પ્રોજેક્ટ

આ પણ વાંચો: Jammu-Kashmir: છેલ્લા બે વર્ષની તુલનામાં આ વર્ષે આતંકી હુમલાઓમાં આવ્યો ઘટાડો, રાજ્ય રક્ષા મંત્રી અજય ભટ્ટે જણાવ્યા આંકડા

Next Article