Tapi: આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી આવી સામે, જીવિત વ્યક્તિને કર્યો મૃત જાહેર

|

Mar 27, 2021 | 11:23 PM

કોરોનાકાળમાં તાપી જિલ્લામાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જીવિત વ્યક્તિને મૃત જાહેર કરી દેતા પરિજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. તાપી જિલ્લાની જનરલ હોસ્પિટલમાં 72 વર્ષીય ધીરજ પંચોલી નામના વૃદ્ધને અન્ય હોસ્પિટલમાંથી લવાયા હતા.

કોરોનાકાળમાં તાપી જિલ્લામાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જીવિત વ્યક્તિને મૃત જાહેર કરી દેતા પરિજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. તાપી જિલ્લાની જનરલ હોસ્પિટલમાં 72 વર્ષીય ધીરજ પંચોલી નામના વૃદ્ધને અન્ય હોસ્પિટલમાંથી લવાયા હતા. દાખલ કર્યાના થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી પરિવારજનોને ફોન આવ્યો હતો કે ધીરજભાઈની તબિયત વધુ લથડી ગઈ છે. હજુ તો પરિવાર રસ્તામાં જ હતો ત્યાં બીજીવાર ફોન આવ્યો કે તેમના સ્વજનનું મોત થઈ ગયું છે.

 

હોસ્પિટલ પહોંચતા જ પરિવારે મૃતદેહની માગણી કરી હતી. પરંતુ તંત્રએ ઈન્કાર કર્યો હતો. પરંતુ પરિવારે વધુ દબાણ કરતા મૃતદેહ બતાવવામાં આવ્યો હતો. જે મૃતદેહ અન્ય કોઈ વ્યક્તિનો હતો. જેથી પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો. જોકે આવી ઘટનાને પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ હોસ્પિટલના સત્તાધીશોએ પણ પોતાની ભૂલ સ્વીકારી હતી.

 

 

તાપી જિલ્લા જનરલ હોસ્પિટલમાં આજે વિભાગની ઘોર બેદરકારી બહાર આવી છે, 72 વર્ષીય ધીરજભાઈ નરત્તમભાઈ પંચોલી નામના વ્યક્તિની આજે તબિયત લથડતા તેમને પહેલા અન્ય હોસ્પિટલમાંથી વ્યારાની કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં દાખલ કર્યાના થોડા જ સમયમાં હોસ્પિટલમાંથી પરિવારજનોને ફોન આવ્યો હતો કે ધીરજભાઈની તબિયત વધુ લથડી ગઈ છે, જેથી જલ્દી આવો અને પછી હોસ્પિટલ પહોંચતા તેઓનું અવસાન થયું હોવાનું જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

 

પરંતુ થોડીવારમાં જાણવા મળ્યું કે ધીરજભાઈ જીવિત છે અને તેઓ વોર્ડમાં બેઠા છે. જેથી પરિજનો અને સંબંધીઓએ આપો ગુમાવી હોસ્પિટલ માં હલ્લો મચાવ્યો હતો. બીજી તરફ હોસ્પિટલના જાવબદાર સિવિલ સુપરિટેન્ડન્ટે ભૂલ સ્વીકારી કામના ભારણને લઈને ચૂક થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું અને કાસુરવારોને તુરંત અન્ય જગ્યા પર બદલી દેવાની વાત કરી હતી.

 

રાજ્યમાં વકરી રહેલી મહામારીને નાથવા તંત્રના તનતોડ પ્રયાસો શરૂ થયા છે. ખાસ કરીને મહાનગરોમાં ટેસ્ટિંગ પર ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના આ ચાર મહાનગરોના દ્રશ્યો. જેમાં જોઈ શકાય છે કે ટેસ્ટિંગ માટે તંત્રએ પૂરજોશમાં કામગીરી આરંભી દીધી છે. રાજકોટમાં વહેલી સવારથી જ ટેસ્ટિંગ માટે લોકોને લાઈન લગાવી તો જામનગરમાં પણ બહારગામથી આવતા મુસાફરોને ટેસ્ટિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશન, એસ.ટી ડેપો, એરપોર્ટ પરથી શહેરમાં પ્રવેશતા નાગરિકોનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે.

 

ભાવનગરમાં પણ સંક્રમણ રોકવા સુરત સહિત બહારગામથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને શહેરના પ્રવેશદ્વાર પર ચેકપોસ્ટ ઉભી કરીને તમામની તપાસ કરાઈ રહી છે. જોકે અમદાવાદમાં બનાવાયેલા ટેસ્ટિંગ ડોમ શોભાના ગાંઠીયા બન્યા છે અને કેટલાક ટેસ્ટિંગ ડોમ પર કર્મચારીઓ હાજર ન રહેતા હોવાની ફરિયાદ નાગરિકો કરી રહ્યા છે. જેના પગલે નાગરિકોને ટેસ્ટિંગ કરાવવામાં મુશ્કેલી નડ઼ી રહી છે.

 

આ પણ વાંચો: શિક્ષણ પ્રધાને CBSEના વિદ્યાર્થીઓ માટે 100થી વધુ Comics લોન્ચ કર્યા, મોબાઈલથી પણ થશે એક્સેસ

Next Video