VIDEO: વડોદરા એરપોર્ટ પર પેકેટમાં બોમ્બ એક્સપ્લોઝન પદાર્થ હોવાની શંકાએ પોલીસ દોડતી, તપાસમાં થયો આ ખુલાસો

|

Jul 11, 2019 | 5:34 AM

વડોદરા એરપોર્ટના એરકાર્ગોમાં RDX સાથેનું પાર્સલ પકડાયાની વાત ફેલાતા અફડાતફડી મચી ગઈ હતી. જો કે, સુરક્ષા એજન્સીઓની તપાસમાં તે એરગનમાં વપરાતો પાઉડર હોવાનું માલુમ પડતા તંત્રના શ્વાસ હેઠા બેઠા હતા. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે વડોદરા એરપોર્ટના એરકાર્ગોમાં પાર્સલના સ્કેનીંગ દરમ્યાન તેમાં વિસ્ફોટક સામગ્રી હોવાનું કર્મચારીના ધ્યાને આવ્યું હતું જેને પગલે તરત જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ […]

VIDEO: વડોદરા એરપોર્ટ પર પેકેટમાં બોમ્બ એક્સપ્લોઝન પદાર્થ હોવાની શંકાએ પોલીસ દોડતી, તપાસમાં થયો આ ખુલાસો

Follow us on

વડોદરા એરપોર્ટના એરકાર્ગોમાં RDX સાથેનું પાર્સલ પકડાયાની વાત ફેલાતા અફડાતફડી મચી ગઈ હતી. જો કે, સુરક્ષા એજન્સીઓની તપાસમાં તે એરગનમાં વપરાતો પાઉડર હોવાનું માલુમ પડતા તંત્રના શ્વાસ હેઠા બેઠા હતા. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે વડોદરા એરપોર્ટના એરકાર્ગોમાં પાર્સલના સ્કેનીંગ દરમ્યાન તેમાં વિસ્ફોટક સામગ્રી હોવાનું કર્મચારીના ધ્યાને આવ્યું હતું જેને પગલે તરત જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજે આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ લાભનો દિવસ

બોંબ ડીસ્પોઝલ સ્કવોડ વગેરે સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. શંકાસ્પદ પાર્સલમાં આરડીએકસ હોવાની વાત ફેલાતા એરપોર્ટપર અફડાતફડીના માહોલ વચ્ચે સુરક્ષા જવાનોનો પહેરો વધારી દેવામાં આવ્યો હતો. શંકાસ્પદ પાર્સલની ચકાસણી કરવામાં આવી હતી. છેવટે તેમાં એરગનમાં વધારાનો પાઉડર હોવાનું માલુમ પડતા શ્વાસ હેઠા બેઠા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શંકાસ્પદ પાર્સલમાં આરડીએકસની વાત ફેલાતા તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે બાદમાં FSLની તપાસમાં આ પાર્સલ સુરતની એક વ્યક્તિએ ખરીદેલી એરગનનું હોવાનું જાણવા મળ્યું હતું. જેનો કલર તેને નહીં ગમતા અમૃતસર પરત મોકલ્યું હતુ. અને તેમાં એરગન અને તેની કાર્ટીજ ઉપંરાત પોટેશિયમ ક્લોરાઈડ નામક પદાર્થ જે નાના-નાના ફટાકડા બનાવવામાં વપરાય છે તે હોવાનુ સામે આવ્યુ હતુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વાસ્તવમાં એરગન પાઉડર મોકલવાના સંજોગોમાં તેની જાણ કરવાની થાય છે. પરંતુ મોકલનાર દ્વારા તેની જાણ કરવામાં આવી ન હતી તેના કારણે પાર્સલ મોકલનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એરકાર્ગો પાર્સલમાં કોઈ ખતરનાક ન નીકળતા એલર્ટ મોડ પર મુકાયેલા સુરક્ષા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article