Surendranagar: 80 ફુટના રોડ પર પ્રાથમિક સુવિધાઓનો આભાવ, મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી

|

Mar 09, 2022 | 7:06 PM

લોકોએ અનેક વખત રજૂઆતો કરી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં વિસ્તારના લોકોની માંગ છે કે તાત્કાલિક આ વિસ્તાર રોડ રસ્તાઓ બનાવવામાં આવે અને ગટરનાં ખુલ્લાં ઢાંકણાં બંધ કરવામાં આવે.

Surendranagar:  80 ફુટના રોડ પર પ્રાથમિક સુવિધાઓનો આભાવ, મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી
સુરેન્દ્રનગર પાલિકા 80 ફુટના રોડ પર પ્રાથમિક સુવિધાઓનો આભાવ

Follow us on

સુરેન્દ્રનગર (Surendranagar)  દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા (Municipality) વિસ્તારમાં આવેલ ઉમિયા સોસાયટી, રાયકાનગર, ઉમિયા સોસાયટી રોડ વિસ્તારમાં બીસ્માર રોડ અને ભુગર્ભ ગટરોના તૂટેલા ઢાંકણાઓથી વાહન ચાલકો અને રહીશો હાલાકી ભોગવી રહ્યા હોઇ અવાર નવાર રજૂઆતો છતા યોગ્ય કાર્યવાહી ન થતા અંદાજે 10 હજારથી વધુ રહીશોએ તાત્કાલિક સમારકામ કરવા રજુઆત કરી છે અન્યથા અગામી આવનારી ચૂંટણીમાં મતદાન (poll) નો બહિષ્કાર (boycott) કરવાની ચિમકી ઉચ્ચારતા રાજકારણ ગરમાયુ છે.

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલીકા બનાલ છે અને પાલીકા વિસ્તારમાં તેર વોર્ડ આવેલ છે અને વોર્ડ દીઠ ચાર સદસ્ય ચૂંટાઇ આવેલ છે અને હાલ સંયુક્ત નગરપાલીકામાં ભાજપનું શાસન છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની અંદાજે બે લાખની વસ્તીને પાલિકા દ્વારા ટેક્સ ઉધરાવી પ્રાથમિક સુવિધાઓ (basic facilities) જેવી કે રોડ, રસ્તા, સફાઇ, પીવાનું સુધ્ધ પાણી, ગટર, દીવાબતી આપવામાં આવતી હોઇ છે.

થોડા સમય પહેલા સુરેન્દ્રનગર અને વઢવાણ બન્ને નગરપાલીકાઓ અલગ અલગ હતી અને ગત માર્ચ માસમાં સરકાર દ્વારા સુરેન્દ્રનગર અને વઢવાણ નખરપાલિકાને એક કરી સંયુક્ત નગરપાલિકા બનાવવામાં આવતા વઢવાણના રહીશોને સુરેન્દ્રનગર સુધી કોઇપણ નાની મોટી કામગીરી માટે ધક્કા ખાવાનો વારો આવ્યો હતો અને સંયુક્ત પાલીકા બન્યા બાદ લોકોના કામો ન થતા હોવાના આક્ષેપો થયા હતા.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

પહેલા વઢવાણ નગરપાલીકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 6 માં આવેલ ઉમીયા સોસાયટી, રાયકાનગર, ઉમીયા સોસાયટી રોડ સહિતના અંદાજે 10 હજારની વસ્તીને પાલીકા દ્વારા કોઇ પ્રાથમિક સુવિધાઓ જેવા કામો ન થતા હોઇ હાલાકી ભોગવી રહયા છે. રોડ રસ્તાઓની હાલત ખાસ્તા છે તો રોડ પર ભુગ્રભ ગટરોના ઢાંકણા તૂટેલી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે જાણે કોઇ અકસ્માતની રાહ જોતા હોઇ.

આ વિસ્તારના લોકોએ અનેક વખત પાલીકાં રજૂઆતો કરી પરંતુ તંત્રના બહેરા કાને કોઇ અસર થયેલ નહિ હાલ આ વિસ્તારના લોકોની માંગ છે કે તાત્કાલિક આ વિસ્તાર રોડ રસ્તાઓ બનાવવામાં આવે તેમજ ભુગર્ભ ગટરોના ઢાંકણા ખુલ્લા હોઇ વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે તેમજ ગટરોના ખુલ્લા ઢાકણા હોઇ કોઇ બાળકો કે વૃધ્ધો પડી જાય અને અકસ્માત થાય તેવી ભીતી છે જેથી તાત્કાલિક રોડ રસ્તાઓ બનાવે નહિ તો આ વિસ્તારના લોકો ગાંધી ચિધ્યા ગાર્ગે આદોલન કરશે અને અગામી આવનારી ચુંટણીઓમાં મતદાનથી અળગા રહેશે. તો બીજી તરફ જયારે પાલીકના ચિફ ઓફિસરને આ બાબતે પુછતા તેઓએ આ વિસ્તારની સમસ્યાઓથી તેઓ વાકેફ હોવાનું અને તાત્કાલિક કામગીરી કરવાની વાત કરી હતી પરંતુ કેમેરા સામે કાઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ Kutch: લખપતના સાયણ પાસે મીની ટેમ્પો પલ્ટી જતા 25થી વધુ બાળકીઓ ઇજાગ્રસ્ત, સારવાર માટે ભુજ ખસેડાઇ

આ પણ વાંચોઃ Rajkot: થોરાળા વિસ્તારમાં મોબાઈલ ચોરને ઠપકો આપતાં મોત મળ્યું, રસ્તા પર જ હત્યા કરી નાખી

Next Article