સુરેન્દ્રનગરના લખતરના એક કા ડબલની સ્કીમમાં લોકો છેતરાયા, પોલીસ ફરિયાદ દાખલ

|

Oct 30, 2021 | 1:16 PM

લખતરના કંડુ ગામે પલ્સ ઇન્ડીયા કંપની નામના એજન્ટે લોકોને છ વર્ષે પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી. જેમાં ગરીબ- મજૂરી કરતા લોકો પાસેથી 35 થી 40 લાખનું હપ્તા પેટે રોકાણ કરાવ્યું હતુ

ગુજરાતમાં(Gujarat) એક કા ડબલ કરવાની સ્કીમમાં( Ek Ka Double Scheme )લોકોને લાખો રૂપિયાનો ચૂનો લાગ્યો છે. જેમાં સુરેન્દ્રનગર(Surendranagar)જીલ્લાના લખતર તાલુકાના કંડુ ગામે ડબલની લાલચમાં લોકોના 35 થી 40 લાખ ફસાયા છે. જેમાં એકના ડબલ કરવાની સ્કિમમાં લોકોના લાખો રૂપીયા ફસાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

લખતરના કંડુ ગામે પલ્સ ઇન્ડીયા કંપની નામના એજન્ટે લોકોને છ વર્ષે પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી. જેમાં ગરીબ- મજૂરી કરતા લોકો પાસેથી 35 થી 40 લાખનું હપ્તા પેટે રોકાણ કરાવ્યું હતુ.ત્યારબાદ છ વર્ષ પુર્ણ થતા કંપનીએ લોકોને કોઈ જવાબ ન આપ્યો ન હતો એવામાં રોકાણકારો છેતરાયા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે લોકોની મુડી ફસાતા હવે ગ્રામજનોએ પોલીસ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાતના કપડવંજમાં ખેડૂતો છેતરાયા, નકલી બિયારણથી નુકશાનની ભીતિ

આ પણ વાંચો : વડોદરામાં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં, મીઠાઇ ફરસાણની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું

Next Video