SURENDRANAGAR : વરસાદ ખેંચાતા વિકટ સ્થિતિ, સિંચાઈનું પાણી નહીં મળે તો વાવેતર બળી જવાનો ખતરો

|

Aug 25, 2021 | 8:06 PM

સુરેન્દ્રનગરના ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો છે. પરંતુ સિંચાઈના પાણીની તંગી ખેડૂતો અનુભવી રહ્યાં છે.

SURENDRANAGAR : સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનું વાવેતર બળી જવાનો ખતરો મંડાયો છે.સુરેન્દ્રનગરના નિભણી, મોરલ, સબુરી ડેમ તળિયાઝાટક સ્થિતિમાં છે. તો ફલકુ ડેમમાં 10 ટકા, થોરિયાળી ડેમમાં 7 ટકા, ધારી ડેમમાં 4 ટકા અને નાયકા ડેમમાં 16 ટકા પાણીનો જથ્થો છે. સુરેન્દ્રનગરના ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો છે. પરંતુ સિંચાઈના પાણીની તંગી ખેડૂતો અનુભવી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કેનાલ મારફતે તાત્કાલિક પાણી છોડીને પાક બચાવવા માગણી કરી છે. સરકારની પાણી આપવાની જાહેરાત કાગળ પર હોવાનો ખેડૂતો આરોપ કરી રહ્યાં છે. જો વરસાદ વધુ ખેંચાશે તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ છે.

સુરેન્દ્રનગરના પાણી-પુરવઠા અધિકારીએ કહ્યું કે નર્મદા યોજના મારફતે પાણી મળી રહ્યું છે.જો નર્મદા ડેમના ઉપરવાસમાં વરસાદ ખેંચાય તો સ્થિતિ વધુ કફોડી થવાની શક્યતા છે.વરસાદ જેમ જેમ ખેંચાતો જાય છે તેમ તેમ પરિસ્થિતિ વધારે વિકટ બનવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. સરકારે આગોતરું આયોજન કરવું પડશે નહીંતર ખેડૂતોની હાલત વધારે ખસ્તા થઈ શકે છે.

ગુજરાતનો ખેડૂત વરસાદી ખેતી પર આધાર રાખે છે.આ સ્થિતિમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ વરસાદની ઘટ. ખેડૂત ક્યાં જાય અને કોને ફરિયાદ કરે ? હવે સરકાર ખેડૂતોની વ્હારે આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

આ પણ વાંચો : AHMEDABAD : GTUમાં ભારતીય વેદ, પુરાણો અને ઉપનિષદના 12 અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યાં, કોઇપણ વ્યક્તિ લઇ શકે છે પ્રવેશ

Next Video