IAS કે. રાજેશની મુશ્કેલી વધી શકે છે, હાજર નહી થાય તો ફરાર જાહેર કરી શકે છે સીબીઆઈ

|

Jun 03, 2022 | 5:56 PM

આ કેસમાં સુરેન્દ્રનગરના (Surendranagar) પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો.

IAS કે. રાજેશની મુશ્કેલીઓ આગામી સમયમાં વધી શકે છે. સમગ્ર કેસની તપાસમાં CBIને IAS કે. રાજેશ સામે સજ્જડ પુરાવા મળી રહ્યા છે. કે. રાજેશના 80 થી વધુ બેન્ક ખાતા તેમજ લોકરમાંથી રૂપિયા અને દાગીના ઉપરાંત કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જેના પરથી CBI આવક કરતા વધુ સંપત્તિનો ગુનો તેમની સામે નોંધી શકે છે. આ બેંક ખાતાઓની જેમ જમીન સહિતની અનેક પ્રોપર્ટી અન્ય વ્યક્તિઓના નામે હોવાની પણ પોલીસને (Gujarat Police) આશંકા છે. આગળની કાર્યવાહીમાં જો કે.રાજેશ (IAS K. Rajesh) હાજર નહીં થાય CBI તેમને ફરાર પણ જાહેર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, લાંચ અને ખોટી રીતે લાભ (Corruption) કરાવવા મામલે CBI દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે. રાજેશ વિરુદ્ધ સીબીઆઇ તપાસની માગ કરી હતી.

પૂર્વ સાંસદ સોમા પટેલ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વખત સાંસદ અને લીંબડી અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ત્રણ વખત ધારાસભ્યપદે રહી ચૂક્યા છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સતત તપાસ ચાલુ હોય એક પછી એક પુરાવાઓ સીબીઆઈના હાથ લાગી રહ્યા છે. તેમજ IAS કે. રાજેશના ભાઈ અને પત્નિના બેંકિંગ વ્યવહારો પર સીબીઆઈ નજર રાખી રહી છે અને તપાસ આગળ વધારી રહી છે.

Next Video