Surendranagar : 58 વર્ષીય કર્મચારીએ 600 કિ.મિ. સાઇકલયાત્રા 37 કલાકમાં પૂર્ણ કરી

Surendranagar  : 58 વર્ષીય ટી.વી.દાંત્રોલીયા એઆરટીઓએ હિંમતનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 600 કિમીની સાયકલ યાત્રામાં ભાગ લીધો હતો.

Surendranagar : 58 વર્ષીય કર્મચારીએ 600 કિ.મિ. સાઇકલયાત્રા 37 કલાકમાં પૂર્ણ કરી
Surendranagar
| Edited By: | Updated on: Feb 01, 2021 | 4:50 PM

Surendranagar  આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા 58 વર્ષીય ટી.વી.દાંત્રોલીયા એઆરટીઓએ હિંમતનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 600 કિમીની સાયકલ યાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રા પુરી કરવાની સમયમર્યાદા 40 કલાકની હતી તેના બદલે તેમણે 37 કલાકમાં જ પુરી કરી હતી.

જે પૂર્ણ કરનારા સ્પર્ધક પેરિસમાં દર 4 વર્ષે યોજાતી બ્રેસ્ટ પેરિસ સાયકલ યાત્રા માટે ક્વોલીફાય કરી શકતા હતા. ત્યારે ટી.વી.દાંત્રોલીયાએ 37 કલાકમાં જ પુરી કરી 2022માં યોજાનાર પેરીસની સાયકલ યાત્રા માટે ક્વોલીફાય કર્યું હતુ.

બદલી થતાં દહેગામથી 350 કિમી સાઇકલ ચલાવી સુરેન્દ્રનગર આવ્યા હતા
આજના ફાસ્ટ યુગમાં નોકરી અને ધંધાના કારણે લોકો શારીરીક તંદુરસ્તી અને રમતગમતોથી અળગા થઇ રહ્યાં છે. જેના કારણે નાની ઉંમરમાં અનેક રોગના શિકાર બને છે. ત્યારે હું મારી ફરજ નિયમિત બજાવવા ઉપરાંત આવી રમતોમાં તો ભાગ લઉં જ છું સાથે સાથે રોજ 50 કિમીની સાયકલ યાત્રા અને 10 કિમીનું ફાસ્ટ વોકીંગ પણ કરૂ છું. થોડા સમય પહેલા દાહોદથી સુરેન્દ્રનગર બદલી થતાં 350 કિમીનું અંતર પણ સાયકલ પર પૂર્ણ કર્યું હતું.