Surendranagar જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં દવાઓ અને ડૉક્ટરોની તંગી

|

Mar 07, 2021 | 1:54 PM

Surendranagar જિલ્લાની મુખ્ય એવી સરકારી હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને પડી હોય તેવો ઘાટ સર્જાયો છે.પ્રજાની સુવિધા માટે બનેલી સરકારી હોસ્પિટલ હાલ દર્દીઓને દુવિધા આપી રહી છે

Surendranagar જિલ્લાની મુખ્ય એવી સરકારી હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને પડી હોય તેવો ઘાટ સર્જાયો છે.પ્રજાની સુવિધા માટે બનેલી સરકારી હોસ્પિટલ હાલ દર્દીઓને દુવિધા આપી રહી છે.છેલ્લા ઘણા સમયથી દર્દીઓને જરૂરી દવાઓ ન મળતી હોવાથી તથા ડોક્ટરોની અછત હોવાથી અનેક દર્દીઓને ન છૂટકે ખાનગી દવાખાનામાં સારવાર લેવાનો વારો આવ્યો છે.સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ સારવાર અર્થે આવે છે.પરંતુ, અહીં ના તો તેમને દવા મળે છે અને ના તો સારવાર કરતા ડોક્ટરો મળે છે.આ સિવિલ હોસ્પિટલમાં 14 ડોક્ટરની મહેકમવાળી જગ્યાઓ છે, પરંતુ હાલ આ હોસ્પિટલ 7 ડોક્ટરથી જ ચાલે છે.

 

Published On - 1:50 pm, Sun, 7 March 21

Next Video