Surendranagar: વીજ થાંભલા નાખવાની કામગીરીનો સતત બીજા દિવસે વિરોધ, પાકનાં નુક્શાનથી ભડક્યા ખેડુતો

|

Mar 15, 2021 | 3:35 PM

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના મુળી તાલુકાના કળમાદ ગામની સીમમાં વીજ થાંભલા નાખવાની કામગીરીનો ખેડુતોએ સતત બીજા દિવસે વિરોધ કર્યો હતો.

Surendranagar:  જિલ્લાના મુળી તાલુકાના કળમાદ ગામની સીમમાં વીજ થાંભલા નાખવાની કામગીરીનો ખેડુતોએ સતત બીજા દિવસે વિરોધ કર્યો હતો. ખેડૂત આગેવાનો સહિત ગામના ખેડૂતોએ વીજ તંત્રના અધિકારીઓ, કોન્ટ્રાકટરને ઉગ્ર રજુઆતો કરતા વિજ થાંભલા નાખવાની કામગીરી હાલ બંધ રાખવામાં આવી હતી.
વીજલાઇન નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતોના ખેતરોમાં જેસીબી વડે આડેધડ ખોદકામ કરવામાં આવતા મોટા પાયે ઉભા પાકને નુકશાન પહોંચતા રોષ ભભૂકી ઉઠ્યા હતા. પુરતુ વળતર આપ્યા બાદ નુકશાન ન થાય તે રીતે વિજ થાંભલા નાખવામાં આવે તેવી ખેડૂતોની માગ છે.

 

Published On - 3:30 pm, Mon, 15 March 21

Next Video