SURENDRANAGAR: RCC રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ

|

Jan 25, 2021 | 9:51 AM

સ્થાનિકો સહિત કોંગ્રેસના પૂર્વ પાલિકા સભ્યએ રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરી નબળી ગુણવત્તાનો રોડ બનાવ્યાના આરોપ લગાવ્યા હતા.

SURENDRANAGAR શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં પાલિકાએ બનાવેલા RCC રોડમાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ કરવામાં આવી રહી છે. લક્ષ્મીપુરા વિસ્તારમાં પાલિકાએ થોડા દિવસ અગાઉ RCC રોડનું નિર્માણ કર્યું હતું. સ્થાનિકો સહિત કોંગ્રેસના પૂર્વ પાલિકા સભ્યએ રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરી નબળી ગુણવત્તાનો રોડ બનાવ્યાના આરોપ લગાવ્યા હતા. સ્થાનિકોનું માનવું છે કે હલકી ગુણવત્તા વાળુ મટેરિયલ વાપરીને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરાયો છે.

લક્ષ્મીપુરા વિસ્તારના વિસ્તારના રહીશોએ આક્ષેપ કર્યા છે કે કોન્ટ્રાક્ટરે RCC રોડના કામમાં અત્યંત નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. નગરપાલિકા પ્રજાના પૈસે RCC રોડ બનાવે તે રોડ પર ગાબડા પડે છે. રોડમાં ગાબડા પડે તો કોન્ટ્રાકટરે ૩થી૪ વર્ષ સુધી મરંમત કરાવવાની જવાબદારી રહે છે. ત્યારે, આ રોડ જેને બનાવ્યો છે તે કોન્ટ્રાકટર સામે પગલાં લેવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

Next Video