સુરતમાં ખેડૂતના હિતોનું જાહેરમાં અમાનવીય રીતે હનન, ખેડુતનાં ઉભા પાક પર પશ્ચિમ રેલવેનાં અધિકારીઓએ ફેરવ્યું બુલડોઝર, કહ્યું કે અમને ઉપરથી ઓર્ડર હતો

ખેડૂતોના હિતની વાત કરતી સરકારે સુરતમાં ખેડૂતના હિતોનું જાહેરમાં અમાનવીય અને અનૈતિક રીતે હનન કર્યું. શહેરના સરથાણા ખાતે આવેલા કોસમાડા નજીકની જમીન સંપાદન પ્રક્રિયામાં ખેડૂત હાથ જોડીને કહેતા રહ્યા કે, ખેતરમાં શેરડીનો પાક ઉભો છે, મને 15 દિવસ આપો અને હાથ જોડીને ભીની આંખે ઉભેલા ખેડૂતની આજીજીની કોઇ અસર ન થઇ અને બેશરમ પશ્ચિમ રેલવે […]

સુરતમાં ખેડૂતના હિતોનું જાહેરમાં અમાનવીય રીતે હનન, ખેડુતનાં ઉભા પાક પર પશ્ચિમ રેલવેનાં અધિકારીઓએ ફેરવ્યું બુલડોઝર, કહ્યું કે અમને ઉપરથી ઓર્ડર હતો
| Updated on: Oct 20, 2020 | 1:45 PM

ખેડૂતોના હિતની વાત કરતી સરકારે સુરતમાં ખેડૂતના હિતોનું જાહેરમાં અમાનવીય અને અનૈતિક રીતે હનન કર્યું. શહેરના સરથાણા ખાતે આવેલા કોસમાડા નજીકની જમીન સંપાદન પ્રક્રિયામાં ખેડૂત હાથ જોડીને કહેતા રહ્યા કે, ખેતરમાં શેરડીનો પાક ઉભો છે, મને 15 દિવસ આપો અને હાથ જોડીને ભીની આંખે ઉભેલા ખેડૂતની આજીજીની કોઇ અસર ન થઇ અને બેશરમ પશ્ચિમ રેલવે વિભાગ ખેતર પર અને ઉભા પાક પર બુલડોઝર ફેરવી દીધું. ઉમરાથી ઉધના સુધીના રૂટ પર ગુડ્સ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન સંપાદન થઇ રહી છે આટલાથી ના અટકતું હોય તેમ, પશ્ચિમ રેલવે વિભાગે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરીને જંત્રી મુજબ 15,700 જેટલો ભાવ ચૂકવવાની બદલે માત્ર 2200થી 2500 જેટલો ભાવ ચોરસ ફૂટ પ્રમાણે ચૂકવી ધરાર ગરીબ ખેડૂતની જમીન પર કબજો મેળવી લીધો. આ અંગે રેલવે વિભાગના અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે નિર્દયતાથી અને બેશરમીથી સરકારી જવાબ આપ્યો પશ્ચિમ રેલવે વિભાગના ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટરે હાથ અદ્ધર કરતા કહ્યું કે, અમને ઉપરથી ઓર્ડર મળ્યો છે અને અમે કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો