VNSGU: હવે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન જેવો અભ્યાસ દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ભણશે

|

May 21, 2022 | 11:06 AM

આ અભ્યાસક્રમ (Course) શરૂ કરવાનો હેતુ એવો છે કે ડિઝાઈનને ફિલોસોફીથી કરવામાં આવે છે. અભ્યાસક્રમમાં પ્રવેશ માટે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઇપણ પ્રવાહમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.

VNSGU: હવે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન જેવો અભ્યાસ દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ભણશે
Veer Narmad South Gujarat Univesity (File Image )

Follow us on

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID) સંસ્થામાં ભણાવવામાં આવે છે, તેવા અભ્યાસક્રમો(Course ) દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને હવે નર્મદ યુનિવર્સિટીના(VNSGU) ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર દ્વારા ભણાવવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2022-23થી માસ્ટર ઓફ ડિઝાઈન ઇન્ટિગ્રેટેડ પાંચ વર્ષનો સ્વનિર્ભર અભ્યાસક્રમ શરૂ કરવાની એકેડેમિક કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચરના આચાર્ય ડો. રાજેશ મહેતાએ જણાવ્યું હતું કે માસ્ટર ઈન ડિઝાઈન અભ્યાસક્રમ શરૂ કરવા માટે એકેડેમિક કાઉન્સિલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સિન્ડિકેટમાં મંજૂરી માટે ભલામણ કરવામાં આવી છે.

આ અભ્યાસક્રમ શરૂ કરવાનો હેતુ એવો છે કે ડિઝાઈનને ફિલોસોફીથી કરવામાં આવે છે. અભ્યાસક્રમમાં પ્રવેશ માટે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈપણ પ્રવાહમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન સંસ્થામાં જે અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. તેવા અભ્યાસક્રમો ડિપાર્ટમેન્ટ દ્વારા ભણાવવામાં આવશે. લાઈફ ડિઝાઇન, રિટેલ ડિઝાઇન, ડિઝાઇન કન્સલ્ટન્સી, કોમ્યુનિકેશન, પ્રોડક્ટ ડિઝાઇન, એનિમેશન ડિઝાઇન, ઓટોમોટિવ મોડિફિકેશન્સ, ફર્નિચર ડિઝાઇન, સેટ ડિઝાઇન અને ડિપ્લોયેબલ સ્ટ્રક્ચર્સ વગેરે જેવા અભ્યાસક્રમો હશે.

નર્મદ યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમોની માર્કશીટમાં પરીક્ષા કેન્દ્રનું નામ લખાશે નહીં

કાચા પાકા કામના કેદીઓ સમાજમાં પુનર્વસન થાય ત્યારે કોઈ સમસ્યા નહીં નડે તેવો માનવીય અભિગમવાળો નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદ યુનિવર્સિટીના એક્ષટર્નલ અભ્યાસક્રમોના પરીક્ષા કેન્દ્રોમાં એક કેન્દ્ર લાજપોર જેલ પણ છે. આથી એક્સટર્નલ અભ્યાસ કરતાં કાચા પાકા કામના કેદીઓને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કશીટમાં પરીક્ષા કેન્દ્રનું નામ લખવામાં આવશે નહીં.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં એક્સટર્નલ અભ્યાસક્રમોમાં ચાલતા અભ્યાસક્રમો બીએ, બીકોમ, એમએ, એમકોમની માર્કશીટમાં વિધાર્થીઓના પરીક્ષા કેન્દ્રનું નામ દર્શાવવામાં આવે છે. નવા શૈક્ષણિક વર્ષ 2022-23થી વિદ્યાર્થીઓની માર્કશીટમાં પરીક્ષા કેન્દ્ર દર્શાવવું કે કેમ? તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ઠરાવ કરવામાં આવ્યો હતો કે શૈક્ષણિક વર્ષ 2022-23 થી એક્સટર્નલ અભ્યાસક્રમો બીએ, બીકોમ, એમએ, એમકોમની માર્કશીટમાં વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્રનું નામ દર્શાવવામાં આવશે નહીં. પરંતુ ફક્ત વિદ્યાર્થીની હોલ ટિકિટ પર પરીક્ષા કેન્દ્રનું નામ દર્શાવવાનું રહેશે.

નોંધનીય છે કે જો લાજપોર જેલ પણ કેન્દ્ર હોય ત્યાંથી પરીક્ષા આપનાર આરોપીઓને કેન્દ્રના નામના કારણે મુશ્કેલી પડતી હતી. નર્મદ યુનિવર્સિટીના એક્સટર્નલ અભ્યાસક્રમોના પરીક્ષાનું એક કેન્દ્ર લાજપોર જેલ પણ છે. કાચા પાકા કામના કેદીઓ પરીક્ષા આપતા હોય છે અને તેઓની માર્કશીટ પર લાજપોર જેલ પરીક્ષા કેન્દ્ર લખાયેલું હોય છે. જેને કારણે તેઓને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી નહીં સર્જાય, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે માર્કશીટ પર પરીક્ષા કેન્દ્રનું નામ લખવામાં આવશે નહીં.

Next Article