સુરતમાં આમ આદમી પાર્ટીમાં બાર સાંધે તેર તૂટે જેવો ઘાટ, રજુઆત કરવા જતા વચ્ચેથી પણ 8 કોર્પોરેટરો ગાયબ !

|

Feb 10, 2022 | 10:04 AM

વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ રજૂઆત વેળા ગેરહાજર રહેલા કોર્પોરેટરો પાસે ખુલાસો માંગ્યો હતો . જેમાં વોર્ડ નં . 4 કાપોદ્રા - હીરાબાગના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ મોટરસાઇકલમાં પંક્ચર પડ્યું હોવાનો બોડો ખુલાસો કર્યો હતો . થોડા દિવસો અગાઉ કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ભાજપ તરફથી ફોન આવ્યો હોવાનો દાવો કર્યો હતો . હવે ગણતરીના દિવસોમાં જ તેમનો સૂર બદલાયો છે .

સુરતમાં આમ આદમી પાર્ટીમાં બાર સાંધે તેર તૂટે જેવો ઘાટ, રજુઆત કરવા જતા વચ્ચેથી પણ 8 કોર્પોરેટરો ગાયબ !
Thus many arguments in the Aadmi Party about the disappearance of corporators(File Image )

Follow us on

આમ આદમી પાર્ટીમાં (AAP) બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ થઇ ચૂકી છે . બુધવારે આપનું ઝાડુ છોડી ભગવો ધારણ કરનારા પાંચેય કોર્પોરેટરોનું(Councilor ) સભ્યપદ રદ કરવા પાલિકામાં(SMC)  થયેલી રજૂઆત વખતે વધુ આઠ કોર્પોરેટરો ગાયબ જણાયા હતા . કેટલાકે સામાજિક તો કેટલાકે પારિવારિક કામ હોવાનો વિપક્ષી નેતા સમક્ષ ખુલાસો કર્યો હતો .

આમ આદમી પાર્ટીના દંડક ભાવના સોલંકી , જયોતિકા લાઠિયા , મનીષા કુકડિયા , ઋતા દુધાગરા અને વિપુલ મોવલિયાએ ગયા અઠવાડિયે આપ સાથે છેડો ફાડ્યો હતો . આપ દ્વારા તેમને ગદ્દાર ઘોષિત કરાયા છે . હવે તેમનું સભ્યપદ રદ થાય તે માટે આપના કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાનીને લેખિત રજૂઆત કરવા આપના નગરસેવકો એકઠા થયા હતા .

ઘનશ્યામ મકવાણાની બાઇકમાં પંક્ચર પડ્યું .. !
વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ રજૂઆત વેળા ગેરહાજર રહેલા કોર્પોરેટરો પાસે ખુલાસો માંગ્યો હતો . જેમાં વોર્ડ નં . 4 કાપોદ્રા – હીરાબાગના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ મોટરસાઇકલમાં પંક્ચર પડ્યું હોવાનો બોડો ખુલાસો કર્યો હતો . થોડા દિવસો અગાઉ કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ભાજપ તરફથી ફોન આવ્યો હોવાનો દાવો કર્યો હતો . હવે ગણતરીના દિવસોમાં જ તેમનો સૂર બદલાયો છે . એકાએક બાઇકમાં પંકચર પડ્યું હોવાથી ગેરહાજર હોવાનું જણાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોના ગળે વાત ઊતરી ન હતી . આ સાથે અનેક અટકળો તેજ બની હતી .

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

ડેપ્યુટી કમિશનરને પાંચેય પક્ષપલટું કોર્પોરેટરો વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી . તમામ પાંચેય કોર્પોરેટરોના સભ્યપદ રદ થાય તે માટે આપના બાકી રહેલા 22 કોર્પોરેટરોને પાલિકા કચેરીએ હાજર રહેવા કહેવાયું હતું . 22 પૈકી 14 નગરસેવક જ પાલિકામાં હાજર રહ્યા હતા . આઠ કોર્પોરેટરો એક યા બીજા કારણોસર હાજર નહીં રહી શક્યા હોવાનું જાણવા મળ્યું હતું .

આ પૈકી કેટલાકે પારિવારિક પ્રસંગમાં તો કેટલાકે સામાજિક પ્રસંગમાં  હાજરી આપવી અનિવાર્ય હોય ગેરહાજર રહ્યા હોવાનો ખુલાસો કર્યો  હતો . એકસાથે આઠ કોર્પોરેટરોની  ગેરહાજરી વચ્ચે ફરી એક વખત આપના કોર્પોરેટરોની રાજકીય ગુલાંટીને નવી હવા મળી હતી . ઉલ્લેખનીય છે કે આગામી સપ્તાહે પાલિકામાં બજેટની બોર્ડ મળી રહી છે જેમાં પાટલીબદલું આપના પાંચ કોર્પોરેટરો ભાજપની પંગતમાં સામેલ થશે , આ સાથે સૌ પ્રથમવાર આપના કોર્પોરેટરોનો સામનો કરશે .

આ પણ વાંચો :

Surat : કોરોના છતાં સુરતમાંથી નિકાસ 4 વર્ષમાં 7 હજાર કરોડથી વધીને 18 હજાર કરોડ થઇ, અમેરિકા, યુરોપના દેશોમાં કાપડ હીરાની માગ સૌથી વધારે

લતાજીને રંગોથી શ્રદ્ધાંજલિ: સુરતના રંગોળી આર્ટિસ્ટ દ્વારા 19 કલાકની મહેનતની બાદ તૈયાર કરાયું આ આર્ટ

Next Article