Surat: ત્રણ મહિલાઓએ ટેક્સ્ટાઈલ વેસ્ટેજમાંથી બનાવ્યા ક્લોથ સેનેટરી પેડ, જુઓ Photos
પર્યાવરણને સૌથી વધુ નુકસાન હાલ પ્લાસ્ટિકનો વધી રહેલો વપરાશ મોટો કારણભૂત છે. આજે દરેક વસ્તુમાં પ્લાસ્ટિકનો વપરાશ વધી ગયો છે જ્યારે બીજી બાજુ માસિક ધર્મ દરમ્યાન મહિલાઓ જે સેનેટરી પેડ નો ઉપયોગ કરે છે તેમાં પણ પ્લાસ્ટિકનો વપરાશ જોવા મળતો હોય છે જેનું ડિસ્પોઝલ કરવામાં પણ મોટી સમસ્યા ઊભી થાય છે
1 / 6
પ્લાસ્ટિકનો વપરાશ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. ખાસ કરીને સેનેટરી પેડમાં પણ પ્લાસ્ટિક અને કેમિકલ નો ઉપયોગના કારણે તેના ડિસ્પોઝલમાં મોટી સમસ્યા સર્જાતી હોય છે ,ત્યારે સુરતની ત્રણ મહિલાઓ દ્વારા એક એવી પહેલ કરવામાં આવી છે કે તેઓ ક્લોથ પેડ બનાવીને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તાર શ્રમિક વિસ્તારની મહિલાઓને નિશુલ્ક આપી રહ્યા છે જેથી પ્લાસ્ટિકના દૂષણથી કેટલીક હદે ધરતીને રાહત આપવામાં આવી શકે.
2 / 6
પર્યાવરણને સૌથી વધુ નુકસાન હાલ પ્લાસ્ટિકનો વધી રહેલો વપરાશ મોટો કારણભૂત છે. આજે દરેક વસ્તુમાં પ્લાસ્ટિકનો વપરાશ વધી ગયો છે જ્યારે બીજી બાજુ માસિક ધર્મ દરમ્યાન મહિલાઓ જે સેનેટરી પેડનો ઉપયોગ કરે છે તેમાં પણ પ્લાસ્ટિકનો વપરાશ જોવા મળતો હોય છે જેનું ડિસ્પોઝલ કરવામાં પણ મોટી સમસ્યા ઊભી થાય છે ત્યારે આવી સમસ્યાથી થોડીક રાહત આપવા માટે સુરતની ત્રણ મહિલાઓ એક ખાસ અભિયાનની શરૂઆત કરી છે.
3 / 6
તેઓ ધરતીને પ્લાસ્ટિક મુક્ત કરવાની સાથો સાથ કેટલીક મહિલાઓને રોજગારી મળી શકે તેવી એક પહેલ કરી છે. સુરત એક ટેક્સટાઇલ સીટી છે અને અહીં લાખો મીટર કાપડ વેસ્ટેજ નીકળતું હોય છે. આવા કાપડ લઈને તેઓ ક્લોથ પેડ બનાવી રહ્યા છે, જેનો ઉપયોગ શ્રમિક અને આદિવાસી વિસ્તારની મહિલાઓ માસિક ધર્મના સમયે કરી શકે.
4 / 6
તેઓએ પોતાની સંસ્થાનું નામ પણ કામખ્યા ઇન્ડિયા રાખ્યું છે. આ સંસ્થાના ફાઉન્ડર નંદિની સુલતાનિયા અને કો ફાઉન્ડર રજની સુલતાનિયા, અંજના પાઠક છે. આ સંસ્થા નું નામ આસામના ગુવાહાટીમાં આવેલ કામખ્યા દેવી માતાના નામ પર રાખવામાં આવ્યું છે કે જેમને ખાસ બ્લડેસ ઓફ ગોડ કહેવામાં આવે છે.
5 / 6
ફાઉન્ડર રજની સુલતાનિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સહિત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 25,000 થી વધુ કાપડના પેડ મહિલાઓને આપી દીધા છે. ટેક્સટાઇલમાંથી જે વેસ્ટેજ કાપડ હોય છે તેમાંથી અમે આ ક્લોથ પેડ બનાવવા સ્થાનિક મહિલાઓને આપતા હોઈએ છીએ. એટલું જ નહીં અન્ય રાજ્યોમાં પણ ઓનલાઇન ટ્રેનિંગ આપીને આ ક્લોથ પેડ બનાવી રહ્યા છીએ.
6 / 6
સાથે તેઓએ જણાવ્યું હતું કે,દરેક માસિકમાં મહિલા આશરે 8 થી 10 સેનિટરી પેડ વાપરતી હોય છે. જે પ્લાસ્ટિક અને કેમિકલ થી તૈયાર થતું હોય છે ડિસ્પોઝલ માટે તેની ખૂબ જ સમસ્યા થાય છે અમે જે ક્લોથ પેડ બનાવી રહ્યા છે તેની ડિઝાઇન પણ ખાસ છે અને મહિલાઓ એને બે વર્ષ સુધી વાપરી શકે એવી છે. 30 લોકોની ટીમ છે જેમાં વકીલ ડોક્ટર મેડિકલ સ્ટાફ ના લોકો આવ્યા છે અમે અત્યાર સુધી 25000 ક્લોથ પેડ આપ્યા છે પરંતુ વર્ષ દરમિયાન એક લાખ ક્લોથ પેડ ડીસ્ટ્રીબ્યુટ થાય તેવી અમને આશા છે.