
લોચા, ખમણની જેમ જ રસાવાળા ખમણ પણ પ્રખ્યાત ખુબ પ્રખ્યાત છે.6 જાતની દાળમાંથી આ ખાસ તીખો અને તમતમતો રસો તૈયાર કરવામાં આવે છે. ખમણના સાથે આ રસાને ભેળવીને તેના ઉપર કાંદા ટામેટા કોબીજનો સલાડ નાંખીને ખાવાની મજા જ અલગ છે.

સુરતી ઊંધિયાના વખાણ પણ તમે સાંભળ્યા હશે. ઉંધીયામાં શક્કરિયા, કેળા,પાપડી,બટાકા,રીંગણ, ,કોથમીર નાંખીને બનાવવામાં આવે છે. ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની જ્યાફત ઉડાવવામાં આવે છે.

શિયાળાની સીઝન એટલે સુરતીઓ માટે પોંન્ક ,પોંક વડા,પેટીસ ખાવાની સીઝન. સુરતમાં મળતો પોક દેશ વિદેશમાં મોકલવામાં આવે છે.

તે જ પ્રમાણે સુરતી ખાજા પણ ચોમાસામાં અચૂક ખવાય છે. તીખા ખાજા પર લીંબુ નીચોવીને વરસતા વરસાદમાં ખાવાની મજા આવે છે.

સુરતની ઘારી પણ એવી મીઠાઈ છે, જે સૌ કોઈ ખાવાનું પસંદ કરે છે. લથપથ ઘારી ચંડીપડવાના દિવસે ખવાય છે. સાથે ભુસુ પણ ખાવામાં આવે છે. સુરતના લોકો એક જ દિવસમાં રૂપિયાની ઘારી અને ભુસુ ઝાપટી જાય છે.