Surat : કાપડ વેપારીઓ સાથે થતા ચીટિંગના કેસો અટકાવવા લોન્ચ કરવામાં આવી “ટેક્સ્ટાઇલ સેતુ એપ્લિકેશન”

|

Oct 12, 2022 | 3:13 PM

સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા વધુ એક સ્ટેપ આગળ વધીને વેપારીઓના હિતમાં અને વેપારીઓ એકબીજાને વધુ સરળતાથી ઓળખી શકે અને વેપાર કરી શકે તે માટે ટેક્સટાઇલ સેતુ નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

Surat : કાપડ વેપારીઓ સાથે થતા ચીટિંગના કેસો અટકાવવા લોન્ચ કરવામાં આવી ટેક્સ્ટાઇલ સેતુ એપ્લિકેશન
"Textile Setu Application" launched to prevent cases of cheating with textile traders

Follow us on

સુરત પોલીસ (Police ) દ્વારા ટેક્સટાઇલ વેપારીઓ (Traders ) સાથે ઠગાઈ અને ચીટીંગની ઘટનાને ધ્યાનમાં રાખીને વેપારીઓ માટે એક એપ્લિકેશન (Application ) બનાવવામાં આવી છે અને આ એપ્લિકેશનની અંદર શહેરના તમામ વ્યાપારીઓના બાયોડેટા જીએસટી નંબર સાથે અપલોડ કરવામાં આવશે. જેથી જે તે વેપારી એપ્લિકેશન મારફતે વેપારીનો ઇતિહાસ જાણી અને વેપાર કરી શકશે. જે વેપારીઓ માટે ખુબ સરળ પણ સાબિત થશે.

ટેક્સ્ટાઇલ સેતુ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી

સુરત શહેર દેશ-વિદેશમાં સૌથી આગળ વધતું શહેરમાં મુખ્ય શહેર તરીકે ઓળખાય છે. ત્યારે સુરત શહેરમાં સૌથી મોટો વેપાર એટલે કાપડ વેપાર. ટેક્સ્ટાઇલના આ વેપારમાં ઘણા નાના મોટા ચીટીંગના કેસ અને કેટલાક ઠગબાજો દ્વારા ઉઠમણા કરતા ના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આવા વેપારીઓ સામે સુરત પોલીસ સ્પેશિયલ ઇકોનોમિક સેલ પણ ઉભો કરવામાં આવ્યો છે અને રૂપિયા 50 કરોડથી વધુ અલગ વેપારીઓના રૂપિયા પરત કરવામાં સફળતા મેળવી છે પણ સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા વધુ એક સ્ટેપ આગળ વધીને વેપારીઓના હિતમાં અને વેપારીઓ એકબીજાને વધુ સરળતાથી ઓળખી શકે અને વેપાર કરી શકે તે માટે એક ટેક્સટાઇલ સેતુ નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને આ એપ્લિકેશન ગૃહ મંત્રી હર્ષ સંઘવી મારફતે લોન્ચ કરવામાં આવી હતી.

ચીટિંગના વધતા કેસોને અટકાવવામાં મળશે મદદ

સુરત શહેરની અંદર લાખોની સંખ્યા ની અંદર કાપડ વેપારીઓ એકબીજા વેપારી સાથે મળીને વેપાર કરતા હોય છે પણ કેટલાક લેભાગું અને ચેટિંગ કરતાં વેપારીઓ અલગ અલગ ફોર્મ ના નામે અને અલગ અલગ જીએસટી નંબર મેળવીને વ્યાપારીઓ પાસે કરોડો રૂપિયાની ચીટીંગ કરતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આવા વેપારીઓને ઓળખવા માટે સુરત પોલીસ ના સલાબતપુરા પોલીસ સ્ટેશન ના પીઆઇ ભાવેશ દેસાઈ અને સુરત ટેક્સટાઇલ વેપારીઓ સાથે મળી આ એપ્લિકેશન બનાવમાં આવી છે. અને પોલીસના નેજા હેઠળ એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વેપારીઓની માહતી અપલોડ કરવામાં આવશે

ટેક્સટાઇલ માર્કેટ સેતુ નામની આ એપ્લિકેશન ની અંદર સુરત શહેરના તમામ લુમ્સના વ્યાપારી ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારી અને વિવર્સના નામ નંબર અને જીએસટી નંબર સાથેની તમામ ડીટેલો કેટલા ગુના નોંધાયા છે કેટલો વેપાર કરે છે, તમામ ડિટેલ સાથેની આ એપ્લિકેશનની અંદર માહિતી અપલોડ કરવામાં આવશે. જેથી કોઈ પણ વેપારી કોઈ વેપારી સાથે વ્યવહાર કરવા માંગતા હોય અને તે વેપારીનું નામ અથવા તો જીએસટી નંબર નાખતાની સાથે જ જે તે વેપારીનો આખો ઈતિહાસ જાણવા મળશે કે વેપારી સામે કેટલા કેસો થયા છે વેપારી કઈ રીતની વેપારમાં વૃદ્ધિ ધરાવે છે. જેથી જે તે વેપારી તેની સાથે વ્યવહાર કરતા અટકી જશે.

Next Article