આને જોઈને કોણ કહેશે કે સ્વચ્છતામાં સુરતનો ક્રમ બીજો આવ્યો હતો, શહેરનાં અનેક વિસ્તારો ગંદકી અને ઉકરડાથી વિસ્તારની શોભા વધારી રહ્યા છે, કોર્પોરેશન ક્યારે છોડશે વ્હાલા દવલાની નીતિ?

સુરત શહેરને તાજેતરમાં જ સ્વચ્છતા માટે દેશમાં બીજું સ્થાન મળ્યું છે. પણ આ એવોર્ડ માટે ખરેખર સુરત લાયક હતું ખરું ? આ સવાલ ખુદ સુરત શહેરના નાગરિકો જ ઉઠાવી રહ્યા છે. કારણ કે સુરતની વાસ્તવિક સૂરત કંઈક અલગ જ ચિત્ર બતાવી રહ્યું છે. સુરત શહેરનાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ગંદકી અને ઉકરડા વિસ્તારની […]

આને જોઈને કોણ કહેશે કે સ્વચ્છતામાં સુરતનો ક્રમ બીજો આવ્યો હતો, શહેરનાં અનેક વિસ્તારો ગંદકી અને ઉકરડાથી વિસ્તારની શોભા વધારી રહ્યા છે, કોર્પોરેશન ક્યારે છોડશે વ્હાલા દવલાની નીતિ?
| Edited By: | Updated on: Oct 21, 2020 | 5:42 PM

સુરત શહેરને તાજેતરમાં જ સ્વચ્છતા માટે દેશમાં બીજું સ્થાન મળ્યું છે. પણ આ એવોર્ડ માટે ખરેખર સુરત લાયક હતું ખરું ? આ સવાલ ખુદ સુરત શહેરના નાગરિકો જ ઉઠાવી રહ્યા છે. કારણ કે સુરતની વાસ્તવિક સૂરત કંઈક અલગ જ ચિત્ર બતાવી રહ્યું છે.

સુરત શહેરનાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ગંદકી અને ઉકરડા વિસ્તારની શોભા વધારી રહ્યા છે. કોર્પોરેશન માટે પણ આવા વિસ્તારો જાણે કે અળખામણા હોય તેમ તેની સફાઈને લઈને ખાસ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું કે જેને લઈને જ તસવીરોમાં સચ્ચાઈ દેખાવા લાગી છે.

સુરતના પોશ વિસ્તારોને બાદ કરતાં ઉધના, પાંડેસરા, ભેસ્તાન, લીંબાયત જેવા વિસ્તારોમાં તદ્દન અલગ હાલત જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા પડેલા દેખાઈ રહ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે શાસકો અને સુરત મનપા તંત્રએ સુરતને કન્ટેનર મુક્ત બનાવવાની લ્હાયમાં ગંદકી યુક્ત શહેર બનાવી દીધું છે.

કન્ટેનરના વિકલ્પ તરીકે કચરાગાડીઓ સમયસર આવતી નથી, જેના પરિણામે લોકોને કચરો રસ્તા પર ફેંકવો પડી રહ્યો છે.

તો બીજી તરફ 4.5 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલી કચરપેટીઓને કચરાના ભાવે વેચી કાઢવાની ફરજ પડી છે. જેના પરિણામે સુરત ઉકરડા જેવું બની ગયું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:40 pm, Wed, 21 October 20