સુરતીઓ માટે સુરત મનપાએ આપ્યું “ફન સ્ટ્રીટ” નું હટકે નજરાણું, જાણો શું હશે વિશેષતા

|

Oct 20, 2020 | 4:39 PM

સુરત શહેર તેની ખુબસુરતી અને સાથે સાથે તેના હટકે પ્રોજેક્ટ માટે પણ ભારતભરમાં જાણીતું છે. અને આવો જ સૌથી અલગ એક પ્રોજેક્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે સુરતીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સુરત શહેરના અણુવ્રત દ્વાર થી લઈને કેનાલ રોડ પરના રસ્તા પર ભારતની સૌથી મોટી મોંઘી ફન સ્ટ્રીટ તૈયાર કરવામાં આવી છે. આ […]

સુરતીઓ માટે સુરત મનપાએ આપ્યું ફન સ્ટ્રીટ નું હટકે નજરાણું, જાણો શું હશે વિશેષતા

Follow us on

સુરત શહેર તેની ખુબસુરતી અને સાથે સાથે તેના હટકે પ્રોજેક્ટ માટે પણ ભારતભરમાં જાણીતું છે. અને આવો જ સૌથી અલગ એક પ્રોજેક્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે સુરતીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

સુરત શહેરના અણુવ્રત દ્વાર થી લઈને કેનાલ રોડ પરના રસ્તા પર ભારતની સૌથી મોટી મોંઘી ફન સ્ટ્રીટ તૈયાર કરવામાં આવી છે. આ ફન સ્ટ્રીટ 3 કિ.મીની છે. જેની પાછળ સુરત મહાનગરપાલિકાએ 51.88 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અણુવ્રત દ્વારથી લઈને જમના પાર્ક સુધીના કેનાલ રોડ પર આ ફન સ્ટ્રીટ સાકાર કરવામાં આવી છે.ખાણીપીણી અને હરવા ફરવાના શોખીન સુરતીઓ અહીં બર્થ ડે સેલિબ્રેશન, રમત-ગમત તેમજ ફૂડની મજા એક જગ્યા પર માણી શકે તે રીતે આ ફન સ્ટ્રીટ તૈયાર કરવામાં આવી છે.

અહીં ફક્ત બાળકો જ નહીં પરંતુ સિનિયર સિટીઝનો પણ સમય પસાર કરી શકે તે માટે અલગ-અલગ એરીયા બનાવવામાં આવ્યા છે.

આ ફન સ્ટ્રીટમાં સ્ટાઇલિશ એન્ટ્રી ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. બેસવા માટે માર્બલમાંથી તૈયાર કરવામાં આવેલી ૨૦૦થી વધારે બેન્ચ છે. જે રીતે વિદેશમાં જોવા મળે છે તે પ્રકારે 200થી વધારે રંગબેરંગી થી સ્ટ્રીટ લેમ્પથી આ સ્ટ્રીટને સજાવવામાં આવી છે.

આ ફન સ્ટ્રીટમાં બે જુનિયર પ્લે એરિયા છે, જેની 50 ફૂટ લંબાઈ અને 12 ફૂટ પહોળાઈ છે. બાળકો મજા માણી શકે તે માટે લસરપટ્ટી, હીચકા અને કસરતના બાર જેટલા સાધનો મુકવામાં આવ્યા છે. લોકો અહીં આવીને સેલ્ફી લઇ શકે અને ફોટો પડાવી શકે તે માટે રાજસ્થાનના માર્બલ માંથી બાર જેટલા સ્કલ્પચર પણ તૈયાર કરવામાં આવ્યા છે.અહીં જયપુરના કારીગર પાસે માર્બલ માંથી તૈયાર કરાયેલો 10 ફૂટ ઊંચાઈ નો એક ઘોડો પણ મૂકવામાં આવ્યો છે.

સુરત પાસે આમ પણ હરવા-ફરવા માટે જગ્યા ઘણી ઓછી છે તેવામાં આ ફન સ્ટ્રીટ સુરતીઓ માટે ખૂબજ એન્ટરટેઇનિંગ સાબિત થશે. આ ફન સ્ટ્રીટમાં સુરતીઓ ખાણીપીણી મજા માણી શકે તે માટે 12 ફૂડ સ્ટોલ, સર્વિસ રૂમ 12 ટોયલેટ બોક્સ અંશ લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article