SURAT : અફઘાનિસ્તાન પર તાલીબાનના કબ્જાથી ટેક્સટાઈલ ઉદ્યોગનું 400 કરોડથી વધુનું પેમેન્ટ અટવાયું

|

Aug 20, 2021 | 7:26 PM

અફઘાનિસ્તાનમાં સર્જાયેલી અરાજકતાનો કારણે સુરતના કાપડ વેપારીઓનું 400 કરોડનું પેમેન્ટ અટવાયું છે, જેને લઈને સુરતના કાપડ વેપારીવર્ગમાં ચિંતા જોવા મળી રહી છે.ઘણા નિકાસકારોને ભારે નુકશાન થયું છે અને સ્થિતિ ક્યારે સુધરશે તેના વિશે કોઈ નક્કી નથી.

SURAT : અફઘાનિસ્તાન પર આતંકી સંગઠન તાલિબાને કબ્જો કરી લેતા દુનિયાભરના દેશોની ચિંતા વધી ગઈ છે. ત્યારે સુરતના ઉદ્યોગકારો પણ અફઘાનિસ્તાનમાં સર્જાયેલી કટોકટીને લઈને મુશ્કેલીમાં મુકાયા છે.અફઘાનિસ્તાન પર તાલિબાના કબજાથી સુરતના ઉદ્યોગકારોના ટેક્સટાઈલ ઉદ્યોગના 400-500 કરોડ રૂપિયા ફસાયા હોવાનો અંદાજ છે. વેપારીઓને મોટું નુકસાન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતા અને તાલિબાનોએ દેશ પર કરેલા કબજા પછી ત્યાં અંધાધૂંધી અને ભારે અરાજકતાની સર્જાયેલી અસર ટેક્સ્ટાઇલનું હબ ગણાતા સુરતમાં પણ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનમાં સર્જાયેલી અરાજકતાનો કારણે સુરતના કાપડ વેપારીઓનું 400 કરોડનું પેમેન્ટ અટવાયું છે, જેને લઈને સુરતના કાપડ વેપારીવર્ગમાં ચિંતા જોવા મળી રહી છે.

અફઘાનિસ્તાનમાં જે સ્થિતિ છે તેને કારણે સુરતના કાપડ ઉદ્યોગના વેપારીઓના 400 કરોડ રૂપિયા અટવાયા છે.. સુરતના 125 કરતા વધુ વેપારીઓનો બિઝનેસ અફઘાનિસ્તાન સાથે જોડાયેલો છે.આ પેમેન્ટ નહીં મળે તેવો ડર વેપારીઓને સતાવી રહ્યો છે. સુરતમાં બનતા પંજાબી ડ્રેસ અને દુપટ્ટાની અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સૌથી વધારે માગ છે.

અફઘાનિસ્તાનમાં દર મહિને 100 કરોડ રૂપિયાથી વધારેના કપડાં અલગ-અલગ રૂટથી નિકાસ કરવામાં આવતા હતા. પરંતુ હાલની સ્થિતિના કારણે તે અટકી ગયું છે. ઘણા નિકાસકારોને ભારે નુકશાન થયું છે અને સ્થિતિ ક્યારે સુધરશે તેના વિશે કોઈ નક્કી નથી.અફઘાનિસ્તામાં જે સ્થિતિ સર્જાઈ તેને જોતા સુરતના કાપડ વેપારીઓએ અફઘાનિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો વેપાર કરવા પર રોક લગાવી દીધી છે.

આ પણ વાંચો : ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે નવા અધ્યાયની શરૂઆત, ભાવનગરથી દિલ્હી, મુંબઈ અને સુરતની સીધી વિમાની સેવા શરૂ

Next Video