Surat : ઉમરપાડામાં સીએચસીમાં ડોક્ટર અને સ્ટાફ વિના દર્દીઓની હાલત કફોડી બની

સામુહિક આરોગ્ય કેન્દ્ર (Health Center )માં ચાર જેટલા મેડિકલ ઓફિસરોની જગ્યા છે. તેમાં એક માત્ર મેડિકલ ઓફિસર ડેપ્યુટેશન પર ફરજ બજાવે છે. આવી પરિસ્થિતિમાં દર્દીઓને સારી આરોગ્યની સેવાઓ મળતી નથી.

Surat : ઉમરપાડામાં સીએચસીમાં ડોક્ટર અને સ્ટાફ વિના દર્દીઓની હાલત કફોડી બની
Shortage of doctors in health center (File Image )
| Edited By: | Updated on: Jul 20, 2022 | 12:07 PM

સુરતના ઉમરપાડા તાલુકામાં (Umarpada ) સીએચસી માં ડોક્ટરો(Doctors ) અને સ્ટાફ (Staff ) કર્મીઓ વિના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. જે મામલે વિવિધ ગામના યુવાનોએ મામલતદારને લેખિત રજૂઆત કરી છે.  ઉમરપાડા તાલુકા મથકના સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો અને આરોગ્ય સ્ટાફ વિના દર્દીઓની હાલત કફોડી બનતા સ્થાનિક જાગૃત યુવાનો દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પૂરતો આરોગ્ય સ્ટાફ મુકવાની માંગ કરી છે.

સીએસસી કેન્દ્ર માં હાલ ત્રણ મેડિકલ ઓફિસરો ની જગ્યા ખાલી છે સાથે ગાયનેક, પીડીયાટ્રીક, એનેસ્થેટિક, લેબ ટેકનીશીયન, એક્સ રે ટેકનિસિયન, વોચ મેન અને મેન સુપ્રિટેન્ડન્ટ ની જગ્યા ખાલી છે. જેથી ગામના જાગૃતિ યુવાનો સ્નેહલ વસાવા હાલધરી, યોગેશભાઈ વસાવા, અંકુશ વસાવા, પરેશ વસાવા, વિપુલ વસાવા સહિતના જાગૃત યુવાનો દ્વારા ઉમરપાડા ના મામલતદાર કિરણસિંહ રાણા ને એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.

તેમણે જણાવ્યું કે સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ચાર જેટલા મેડિકલ ઓફિસરો ની જગ્યા છે. તેમાં એક માત્ર મેડિકલ ઓફિસર ડેપ્યુટેશન પર ફરજ બજાવે છે. આવી પરિસ્થિતિમાં દર્દીઓને કઈ રીતે સારી આરોગ્યની સેવાઓ મળતી નથી. ઉમરપાડા તાલુકામાં સંપૂર્ણપણે આદિવાસી પ્રજાજનો વસવાટ કરે છે. ગરીબ દર્દીઓ ને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવું પરવડે તેમ નથી. ચોમાસાની ઋતુમાં માંદગીનું પ્રમાણ પણ વધુ હોય છે ત્યારે ગરીબ દર્દીઓના હિતમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.

નબળી આરોગ્ય સેવામાં બદનામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની હાલત હજી સુધરતી નથી

ઉમરપાડા તાલુકા મથક ખાતે કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર નું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નબળી આરોગ્ય સેવાને કારણે અનેક વાર બદનામ થઈ ચૂક્યું છે. ગત વર્ષે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અસલી ડોક્ટર ફરજ પર આવતા ન હતા. અને એક નકલી ડોક્ટરને ફરજ પર મોકલવામાં આવતો હતો. આ બંનેને ભૂતકાળમાં જેલના હવાલે પણ મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાને સમય વીતવા છતાં ઉમરપાડાના આરોગ્ય કેન્દ્રમાં હજી સુધી કોઈ સુધારો આવ્યો નથી. જેનો ભોગ આદિવાસી દર્દીઓ બની રહ્યા છે.

Input Credit Suresh Patel Olpad