Surat : દર 10 વર્ષે બમણો વસ્તીવધારો છતાં શું છે સુરત કોર્પોરેશનની સફળતાનું મોટું રહસ્ય ?

|

Feb 18, 2022 | 8:55 AM

આગામી20-30 વર્ષના વિઝનને હંમેશા ધ્યાને રાખી કરવામાં આવતું પ્લાનિંગ જ મનપાની સફળતાનું મુખ્ય કારણ છે . આવકના નવા સ્ત્રોત ઊભા કરાયા છે . સાથે જ પીપીપી ધોરણે માળખું ઊભું કરી રેવન્યૂ ખર્ચ ઘટાડવાના પ્રયાસ કરાયા છે . શહેરમાં અગાઉ 20 ટકાથી વધુ લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હતા . આજે 5.5 ટકા વસતિ સ્લમ પોકેટમાં રહે છે .

Surat : દર 10 વર્ષે બમણો વસ્તીવધારો છતાં શું છે સુરત કોર્પોરેશનની સફળતાનું મોટું રહસ્ય ?
What is the big secret of Surat Corporation's success despite double population growth every 10 years?(File Image )

Follow us on

Surat સ્થાયી સમિતિ અને મનપાની (SMC) સામાન્ય સભામાં લેવાતાં નિર્ણયોના અમલીકરણ માટેના મુખ્ય સારથી એવાં મનપા કમિશનરની ભૂમિકા શહેરના ડેવલપમેન્ટમાં (Development )સૌથી ચાવીરૂપ હોય છે . ટીમ સુરતનો શહેરના હિતમાં અને પ્રજા પ્રત્યે ચૂંટાયેલી પાખની કટિબદ્ધતા સાબિત કરવા કઇ રીતે ઉપયોગ કરવો ? તેના સારથી મનપા કમિશનર હોય છે .

દર 10 વર્ષમાં સુરતમાં વસતિ બમણી થાય છે છતાંય શહેરમાં ક્યારેય પાણી , ડ્રેનેજ , રસ્તા , લાઇટ જેવી પ્રાથમિક સુવિધા , માળખાકીય સુવિધામાં ઉણપ આવી નથી તેનો શ્રેય આગામી 20-30 વર્ષનું વિઝન લઇને ચાલતાં વહિવટીતંત્રને જ આભારી છે . મનપા કમિશનરે સ્પષ્ટ કર્યુછે  કે , આયોજનબદ્ધ ભાવિ પ્લાનિંગ મનપાની સફળતાનું મોટું રહસ્ય છે .

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ સભાગૃહમાં જણાવ્યું કે , સુરતમાં દર એક દાયકામાં જે દરે વસતિ વધે છે . તેટલી ઝડપે કદાચ ભારતના કોઇ જ શહેરમાં વસતિ વધતી નથી . આમ છતાં , માળખાકીય સુવિધામાં કોઇ તકલીફ તંત્રને પડી નથી . આગામી 2050 સુધીની સંભવિત વસતિને ધ્યાને રાખી ડ્રેનેજ , પાણીનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે .

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આગામી20-30 વર્ષના વિઝનને હંમેશા ધ્યાને રાખી કરવામાં આવતું પ્લાનિંગ જ મનપાની સફળતાનું મુખ્ય કારણ છે . આવકના નવા સ્ત્રોત ઊભા કરાયા છે . સાથે જ પીપીપી ધોરણે માળખું ઊભું કરી રેવન્યૂ ખર્ચ ઘટાડવાના પ્રયાસ કરાયા છે . શહેરમાં અગાઉ 20 ટકાથી વધુ લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હતા . આજે 5.5 ટકા વસતિ સ્લમ પોકેટમાં રહે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક વર્ષમાં મનપાએ 20 હજારથી વધુ આવાસો બનાવ્યા છે . શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનનું માળખું ખૂબ જ સુદૃઢ છે . ટૂંક સમયમાં મેટ્રો શરુ થવાથી શહેરમાં એકમાત્ર સીસ્ટમથી મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકાશે . નવા વિસ્તારોના સમતોલ વિકાસ માટે 40 નવી ટી . પી . સ્કીમોનું આયોજન કરવામાં આવશે અને આ વિસ્તારોમાં મનપાને 40 ટકા લેખે પ્રાથમિક સુવિધા , ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો માટે 2 કરોડ ચો . મીટર જમીન ઉપલબ્ધ થઇ રહેશે . છે

લ્લાં ત્રણ વર્ષથી સુરત સ્માર્ટ સિટીમાં દેશમાં પ્રથમ આવે છે , પરંતુ ગૃહમાં બેઠેલા સૌ નગરસેવકોના સહકારથી હવે મનપાને સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં પ્રથમ ક્રમે લાવવાની નેમ છે . સૌ નગરસેવકોને સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાના મિશનમાં સહભાગી બનવાની અપીલ મનપા કમિશનરે કરી હતી .

આ પણ વાંચો :

Surat Airport : સુરત એરપોર્ટ વિસ્તરણને લઈને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક મળી, પેરેલલ રન વે બનાવવાના કામમાં ઓએનજીસીની પાઇપલાઇનનો અવરોધ

હાથ ટ્રાન્સપ્લાન્ટ પછી મળ્યું નવું જીવન, મહિલાએ કહ્યું- હું મારા બાળકોની સંભાળ લઈ સારી રીતે તેનો ઉછેર કરી શકીશ

Next Article